Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મોરબીમાં ગુજરાતી ન્યુઝ ચેનલ “ફર્સ્ટ ગુજરાત” અને પી જી પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે ત્રિરંગા યાત્રા

તિરંગા યાત્રાને મંત્રી બ્રિજેશભાઈ મેરજા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

મોરબી:આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાના આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતી ન્યુઝ ચેનલ “ફર્સ્ટ ગુજરાત” અને પી જી પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આઝાદીના પર્વને યાદગાર બનાવવા માટે મોરબીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું 
 ગુજરાતના જવાબદાર માધ્યમ તરીકે ફર્સ્ટ ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા મોરબીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે તિરંગા યાત્રાને મંત્રી બ્રિજેશભાઈ મેરજા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું તિરંગા યાત્રા પી જી પટેલ કોલેજથી શરુ કરીને શનાળા રોડ, સરદાર બાગ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ તેમજ કેનાલ રોડ, રવાપર ચોકડી, રવાપર રોડ અને બાપા સીતારામ ચોક થઈને નવા બસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલની પ્રતિમા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ તિરંગા સાથે જોડાયા હતા
 તે ઉપરાંત એનસીસી કેડેટ્સ, પોલીસના જવાનો અને હોમગાર્ડ જવાનો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા તે ઉપરાંત મોરબીમાં આગેવાનો પણ જોડાયા હતા જેમાં પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પી જી પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય રવિન્દ્ર ભટ્ટ, વકીલ રાજેશ બદ્રકીયા, વકીલ ધર્મેન્દ્ર પ્રજાપતિ, RSS અગ્રણી ડો. જયંતી ભાડેશીયા, બીપીન પ્રજાપતિ, પ્રવીણભાઈ વ્યાસ, આમ આદમી પાર્ટીના પરેશ પારિયા, પંકજ રાણસરીયા, લાયન્સ ક્લબ નઝરબાગના સભ્યો તેમજ એ ડીવીઝન પીઆઈ એમ પી પંડ્યા અને પોલીસના જવાનો જોડાયા હતા અને તિરંગા યાત્રાને સફળ બનાવી હતી

(9:01 pm IST)