Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાના વરદહસ્તે માનવ મંદિર ખાતે ધ્વજવંદન.

અમરેલી ભારત રાષ્ટ્રની આઝાદીના સુવર્ણ 75 વર્ષ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે આજે 76માં "સ્વતંત્રતા દિવસ" નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા માનવ મંદિરની મનરોગી બહેનો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુધરાઇ માર્કેટ, સ્વામી વિવેકાનંદ માર્કેટ સાવરકુંડલાના વેપારી મિત્રો દ્વારા આયોજિત સમુહ રાષ્ટ્ર ગાન કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગભેર હાજરી આપી, હૃદયમાં દેશભક્તિના સર્વોચ્ય ભાવ સાથે ધ્વજને વંદન તેમજ મા ભારતીની આઝાદી માટે શહીદ થયેલા અમર બલિદાનનીઓની શહાદતને સ્મરણ કરી વેપારી મિત્રોને આઝાદી પર્વની સુરેશ પાનસુરીયા એ શુભકામનાઓ પાઠવી હતી.

(12:10 am IST)