Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

કાલાવાડથી ઇકો કાર ચોરી કરી ધાડ પાડવા નિકળેલ ચિખલીગર ગેંગ ગારીયાધાર પાસે ઝડપાઇ

૬ શખ્‍સો પાસેથી કેટલોક મુદ્દામાલ કબ્‍જે : ૭ ગુન્‍હા ડિટેક્‍ટ થયા : ગારીયાધારથી ચોરી કરેલ ઇકો કાર કાલાવાડ પાસે રેઢી મૂકી દીધેલ

ભાવનગર તા. ૧૫ : ચિખલીગર ગેંગના ઈસમો ગારીયાધાર થી દામનગર જતા રસ્‍તે નાની વાવડી પાસે ઈકો કાર લઈને ખારા વિસ્‍તારમાં કોઈ ધાડ કે લુંટને અંજામ આપવા એકઠા થયેલ છે. પો.સ.ઈ. વી.વી.ધ્રાંગુએ સ્‍ટાફના ચુનંદા માણસોની ટીમ બનાવી બાતમીવાળી જગ્‍યાએ રેઈડ કરતા નાની વાવડી તળાવ પાસેથી જગ્‍યા કોર્ડન કરી કુલ-૦૬ ઈસમો પકડી પાડેલ જેની યુક્‍તિ - પ્રયુક્‍તિથી પુછપરછ કરતા ઈકો કાર નં. જીજે-૦૩-સીઆર-૬૩૮૦ કાલાવાડથી ચોરી કરેલાનું જણાવેલ અને તા.૦૯/૦૯/૨૦૨૧ ના રોજ ગારીયાધારથી ચોરી કરેલ ઈકો કાર લઈને જામનગર સોનીની દુકાનમાં ચોરી કરેલ હતી. ચોરી કર્યા બાદ ઈકો કાલાવાડ પાસે બિનવારસી મુકીને કાલાવાડથી ઉપરોક્‍ત ઈકોકારની ચોરી કરેલાનું જણાવેલ જે બાબતે સદરહુ પોકેટ કોપથી સર્ચ કરવામાં આવેલ અને ગારીયાધાર ખાતે ધાડ કરવાના ઈરાદે એકઠા થયેલ તે દરમ્‍યાન ગારીયાધાર પોલીસ દ્વારા આ ગેંગને ઝડપી પાડેલ હતી. ત્‍યારબાદ પોલીસ સ્‍ટેશન લાવી પુછપરછ કરતા ગુના ડીટેકટ થયેલ છે. અને કુલ ૦૬ ઈસમો વિરૂધ્‍ધ ગારીયાધાર પોલીસ સ્‍ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૧૯૨૧૦૭૫૫/૨૦૨૧ આઇપીસી ક્‍લમ. ૩૯૯,૪૦૨ તથા જી.પી. એકટ ક. ૧૩૫ મુજબ ગુન્‍હો રજી કરી આગળની તપાસ પો.સબ.ઈન્‍સ વી.વી. ધ્રાગુ સાહેબે હાથ ધરેલ છે.
આ છ આરોપી (૧) અર્જુન રાહુલ બંજારા જાતે.મારવાડી-ચૌહાણ ઉ.વ.ર૪ રહે.ભાદરલાઉ ઇન્‍દીરાકોલોની તા.ભાદરલાઉ જી.આબુરોડ (૨) ધરમસિંગ મંગલસિંગ બાવરો જાતે. સરદાર - શીખ ઉ.વ.૨૮ રહે.પરબરોડ ખોડીયારનગર ભેંસાણ (૩) જગજીતસિંગ આચોલસિંગ દુઘાળી જાતે.ચીકલીગર રહે.ક્રાન્‍તીનગર, તા.અંબાજુગાઇ જી.બીડ રાજય.મહારાષ્ટ્ર (૪) કરતારસિંગ ભારતસિંગ તેલપીથીયા જાતે.શીખ ઉ.વ.૨૦ રહે.રેલ્‍વેફાટક કવાટરની સામે, ખંભાત (૫) અર્જુનસિંગ બચ્‍ચનસિંગ ચિકલીગર જાતે.ચીકલીગર ઉ.વ.ર૬ રહે.ગણેશનગર, સુરત (૬) ગુરૂસિંગ પોલાદસિંગ ચિખલીગર જાતે.ચિખલીકર ઉ.વ.ર૩ રહે.શાહુનગર પીંગલીરોડ પરભની રાજય.મહારાષ્ટ્ર પાસેથી (૧) ઈક્કો કાર રજી.નં. જીજે-૦૩-સીઆર-૬૩૮૦, કિ.રૂ. ૧,૫૦,૦૦૦ (કાલાવાડ પો.સ્‍ટે.) (૨) ચાંદીની લક્કી (બ્રેસલેટ) નંગ-૪, ૨૨ ગ્રામ, કિ.રૂ.૪૦૦૦ (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્‍ટે.) (૩) ચાંદીના ચેઇન નંગ-૩, ૧૦ ગ્રામ, કિ.રૂ.૪૦૦૦ (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્‍ટે.) (૪) ચાંદીની મુર્તિ નંગ-૧૧, ૧૭૫ ગ્રામ, કિ.રૂ.૧૯૦૦૦ (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્‍ટે.) (૫) ચાંદીના છતર નંગ-૬, ૭૦ ગ્રામ, કિ.રૂ.૧૦,૦૦૦ (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્‍ટે.) (૬) ચાંદીની વિટી નંગ-૪૧, ૯૦ ગ્રામ, કિ.રૂ.૮૧૦૦ (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્‍ટે.) (૭) ચાંદીના દિવેલીયા નંગ-૩ રર ગ્રામ, કિ.રૂ.૨૧૦૦ (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્‍ટે.) (૮) ચાંદીની લક્કિ જાડિ નંગ-૧, ૧૫૪ ગ્રામ, કિ.રૂ.૫૦૦૦ (૯) એક ચાંદીનો ચેઇન નંગ-૧ પ૪ ગ્રામ, કિ.રૂ. ૪૦૦૦ મુદ્દામાલ કબ્‍જે થયેલ છે.
 જેમાં (૧) ગારીયાધાર પો.સ્‍ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૧૧૯૮૦૧૯૨૧૦૭૪૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ (ર) જામનગર સી ડીવીઝન પો.સ્‍ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૧૨૦૨૦૦૨૨૧૨૦૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ (૩) કાલાવાડ પો.સ્‍ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૧૨૦૨૦૩૦૨૧૦૯૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૪) લાઠી પો.સ્‍ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૧ ૦૨૧૪/૨ર૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ (પ)  માણાવદર પો.સ્‍ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૩૦૩૭૨૧૦૪૭૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ (૬)  આટકોટ પો.સ્‍ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૧૨૧૩૦૯૨૨૧૦૧૨૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૭) ઢસા પો.સ્‍ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૩૨ર૧૦૧૩૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦
આરોપી ધરમસીંગ મંગલસીંગ બાવરી જેના ઉપર નોંધાયેલ ગુનાઓ (૧) માણાવદર પોલીસ સ્‍ટેશન એ પાર્ટ ગુ.૨.નં. ૪૮/૨૦૧૨ ઈ.પી.કો કલમ ૩૦૨ તથા જી.પી.એકટ ક.૧૩૫ (૨) જુનાગઢ તાલુકા પો.સ્‍ટે. ગુ.૨.નં. ૧૧૨૦૩૦ ૨૫ર૧૦૧૬૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૩) રાજકોટ ગ્રામ્‍ય ઉપલેટા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૬૪૨૧૦૯૦/૨ર૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૪૫૪,૩૮૦ (૪) રાજકોટ ગ્રામ્‍યનુ ધોરાજી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨૧૦૧૫૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ તથા આરોપી અર્જુનસીંગ બચ્‍ચનસીંગ ચીખલીકર જેના ઉપર નોંધાયેલ ગુનાઓ (૧) સુરત શહેર ઉધના પો.સ્‍ટે. બી પાર્ટ ગુ.૨.નં. ૧૭૮/૨૦૧૭ જી.પી.એકટ ૧૪૨ (૨) સુરત શહેરનુ પાડેસરા પો.સ્‍ટે. બી પાર્ટ ગુ.ર.નં.૨૯૪/ર૦૧૮ (૩) જુનાગઢ તાલુકા પો.સ્‍ટે. ગુ.૨.નં. ૧૧૨૦૩૦ ૨૫ર૧૦૧૬૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૪) રાજકોટ ગ્રામ્‍ય ઉપલેટા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૬૪૨૧૦૯૦/૨ર૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૪૫૪,૩૮૦ (૫) રાજકોટ ગ્રામ્‍યનુ ધોરાજી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨૧૦૧૫૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ છે.
પકડવાના બાકી નાસતા ફરતા ગુના ના આરોપી
આરોપી અર્જુનસીંગ બચ્‍ચનસીંગ ચીખલીકર જે (૧) જુનાગઢ તાલુકા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦ ર૫ર૧૦૧૬૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૨) રાજકોટ ગ્રામ્‍ય ઉપલેટા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૬૪૨૧૦૯૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭,૪૫૪,૩૮૦ (૩) રાજકોટ ગ્રામ્‍યનુ ધોરાજી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨ર૧૦૧૫૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ના ગુન્‍હામાં સામેલ છે.
ઉપરોકત મળી આવેલ ઈકો ચોરી ડીટેકટ કરવામાં પોકેટ કોપ ખુબ જ ઉપયોગી રહેલ હતી. પોકેટ કોપ એપના વ્‍યક્‍તિ સર્ચ વિકલ્‍પથી એપના સર્વરમાં રહેલ આરોપીઓના વિશાળ ડેટાબેઝ તથા વાહન સર્ચ વિકલ્‍પથી વાહનોને લગતી તમામ અગત્‍યની જાણકારી ગણાતરીની મીનીટમાં મળી જવા પામી હતી.
આ કામગીરીમાં (૧) ૨ વી.વી.ધ્રાંગુ, (૨) એએસઆઇ પી.કે.ગામેતી, (૩) હેડ કોન્‍સ. રામભાઈ કટારા, (૪) હેડ કોન્‍સ. ડી.કે.ગઢવી, (૫) પો.કોન્‍સ. અમીતભાઈ ડાંગર (૬) પો.કોન્‍સ. વિજયભાઈ ચુડાસમાં (૭) પો.કોન્‍સ. વિજયભાઈ રબારી (૮) ૨૦ રાજુભાઈ ડાંગર (૯) પો.કોન્‍સ. લક્ષ્મણભાઈ ભમ્‍મર (૧૦) પો.કોન્‍સ. અશોકભાઈ મોરી (૧૧) ડ્રા.પો.કો ગીરોરાજસિંહ સરવૈયા રોકાયા હતા.

 

(10:22 am IST)