Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વાંકાનેરમાં ગણેશોત્‍સવ

 વાંકાનેરઃ ગાયત્રી મંદિર સામે ગાયત્રીનગરમાં છેલ્લા નવ વર્ષથી ઉજવાતા શ્રી ગણેશ ઉત્‍સવની આ વર્ષે પણ ભકિતભાવ સાથે સ્‍થાપના કરવામાં આવી છે. સંજયભાઈ હસમુખભાઈ રાવલ તથા હેમાબેન એસ. રાવલ તથા સોસાયટીના રહીશો દ્વારા ગાયત્રીનગરમાં શણગાર સર્જેલા પંડાલમાં ‘સિદ્ધિ વિનાયક ગણપતિ'ની સ્‍થાપના કરી સતત ૧૦ દિવસ સુધી દુંદાળાદેવની પૂજા-આરતી સાથે ભાવ વંદના કરી સૌ ધન્‍યતા અનુભવે છે. ગણેશોત્‍સવની તસ્‍વીર.
વાંકાનેર દલીત સમાજ દ્વારા આંબેડકરનગર -૩માં ગણેશજીની સ્‍થાપના બાદ આજે મહાઆરતીના પ્રસંગે પ્રથમ મહારાજા કેસરીદેવસિંહ ઝાલા સ્‍વાગત બાદ આંબેડકર નગરના રાજા ગણેશજીની આરતીમાં મહારાજા સાથે શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ, ગજેન્‍દ્રભાઇ સાથે ભાજપની ટીમ હાજર રહેલ. તે તસ્‍વીરો.

જસદણમાં સિદ્ધિ વિનાયક યુવા ગ્રુપ દ્વારા ગણેશોત્‍સવઃ જસદણઃ આદમજી રોડ પારેવાના ઓટા પાસે સિદ્ધિ વિનાયક ગણેશ મહોત્‍સવમાં દરરોજ દર્શનાર્થે ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી દર્શન કરી ધન્‍યતા અનુભવે છે. જસદણ શહેરના વિશાળ અને જાજરમાન સિદ્ધિ વિનાયક ગણપતિ મહોત્‍સવમાં ગણેશજીની વંદના સાથે આ ગ્રુપના મેમ્‍બરો દિપકભાઈ વાઘેલા, હાર્દિકભાઈ અંબાણી, સાગરભાઈ મકવાણા, દર્શનભાઈ કોળી સહિતનાઓએ દરરોજ લોકઉપયોગી કાર્યોનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. હાલ આ મહોત્‍સવમાં ભાવિકોની ભીડ ઉમટી રહી છે.

 

(10:26 am IST)