Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે માહી દૂધ ડેરીએ ખેડૂતોને કિટ વિતરણ :

 પ્રભાસપાટણ : વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે માંહી ડેરીના સંચાલકો દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે મોટા ૬૦ કીટલા આપવામાં આવેલ આ તકે માંહી ડેરીના સહાયક પ્રવિણભાઇ વાળા પણ હાજર રહ્યા. આ તકે વેરાવળ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ પાસાભાઈ વાળા એ જણાવ્યું કે માંહી ડેરી ૧૫ વર્ષ થી ચાલુ છે અને માંહી ડેરી દ્વારા ખેડૂતોને દૂધ ના સારા ભાવો ની સાથે ખેડૂતો માં સમજણ અને જાગૃતિ વધે તે માટે ખેડૂતો શિબિર યોજવામાં આવે દ્યાસચારા ના બિયારણ નું વિતરણ બોનસ તેમજ માહિતી પુસ્તિકા નુ વિતરણ કરવામાં આવે છે આ તકે માંહી ડેરીના દિપક રાઠોડ અને દિનેશ વાઢેર હાજર રહ્યા હતાં માંહી ડેરી ના સહાયક પ્રવિણ ભાઈ વાળા એ આભાર વ્યકત કર્યો હતો ગામ લોકો અને ખેડૂતો એ હાજરી આપી હતી.

(11:48 am IST)