Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ઉના પાસે લકઝરી બસમાં દારૂની ૭૩ બોટલ લઇ જતા ૩ ઝડપાયાઃ ૧ નાસી ગયો

ઉના, તા., ૧૫: પોલીસે કંસારી-વાવરડી  રોડ ઉપરથી મીની લકઝરી બસમાં લઇ જવાતા ૭૩ બોટલ ઇંગ્લીશ દારૂ સાથે ૩ આરોપીઓને પકડી પાડયા હતા. ચેકીંગ દરમ્યાન એક નાસી છુટયો છે.

પીએસઆઇ જે.વી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારી જશપાલસિંહ પ્રતાપસિંહએ બાતમીના આધારે કંસારી-વાવરડા  જતા રોડ ઉપર એક મીની લકઝરી બસ નંબર જીજે ૧૭ ડબલ્યુ ૦૨૦૬ નંબરની બસ ઉભી રખાવી તેનું ચેકીંગ કરતા ધીરૂ બીજલ સોલંકી રે.જુનાગઢ, ઉપેન્દ્ર ભુપેન્દ્ર રાઠોડ, રે. કંસારી, રાયસિંહ રૂપસિંહ વાળા રે.ઉનાના કબજામાંથી પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ-૭૩ પાસ પરમીટ વગરની મળી આવેલ. જેની કિંમત રૂ.ર૯ર૦૦ તથા ૩ લાખની બસ મળી રૂ. ૩,૨૯,૨૦૦ મુદામાલ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરેલ હતો અને પત્રકાર તરીકે ઓળખાતો હાજી કાસમ મન્સુરી રે.ઉના વાળો હાજર નહી મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ પીએસઆઇ જે.વી.ચુડાસમા કરી રહયા છે.

(1:11 pm IST)