Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

સાયલામાં લાલજીમહારાજની જગ્યામાં કૃષ્ણ ગાથા

(મનીષ દવે દ્વારા) ભાવનગર ૧પ : સંસારમાં સફળતા પુણ્યાધીન અને ધર્મમાં સફળતા પુરૂષાર્થ, ધીન છે સદ્દગુણોની સુરક્ષા મર્યાદાના પાલનમાં જ છે. એ અમૃતવાણી ભગતના ગામ સાયલા લાલજીમહારાજ જગ્યા ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં નાના પોઢા (વલસાડ) ના શાસ્ત્રી દુમીલભાઇ એચ.જોષીએ વ્યાસાસનેથી પીરસી હતી.

તેમણે કહ્યું કે ધર્મને પામવા મનને ઉમદા રાખવું પડે શકિતનો સદ્દપયોગ સહન કરવામાં થવો જોઇએ નહી કે સામનો કરવામાં અભ્યાસ કરતા જ્ઞાન ધ્યાનશ્રેષ્ઠ સર્વ કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ કારણ કે કર્મફળના ત્યાગથી જ મનુષ્યને શાંતીની પ્રાપ્તી થશે. શકિતની ઉપાસના માટે શાંલિનતા સાદગી આવશ્યક છે. બીજાનુ મન સાચવવા પોતાના મનની ઉપેક્ષા થાય છે.

કથા પ્રારંભે ડીંગુચાના અંબાલાલ એચ.પટેલ શ્રીમતી હીરાબહેન એ. પટલ સાયલાના મનસુખભાઇ, રજનીકાંતભાઇએ ભગવદ્દ ગુણોના વિરલ ધારક મહંત પૂ.દુર્ગાદાસજી મહારાજ તેમજ ભાગવતાચાર્ય પૂ. દુમીલભાઇ જોષીનું પુજન કર્યુ હતું.

(1:12 pm IST)