Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ભાવનગરની બે માસૂમ કિશોરીઓનો સુરત પોલીસની જાગૃતિથી પતો લાગ્યો

અભ્યાસ બાબતે માતા દ્વારા ઠપકો આપતા ઘર છોડી જતી રહેલ : પોલીસ કમિશનર અજય કુમાર તોમર ટીમ દ્વારા ગરીબ અને પૈસાદાર લોકોના ભેદભાવ વગર લાપતા માસૂમ બાળકો શોધવાને પ્રાથમિકતા આપવાની નીતિ રેકોર્ડ બ્રેક કરી રહી છે

 રાજકોટ તા. ૧૫,  સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સુરતને ડ્રગ્સ મુકત, સિનિયર સિટી ઝનોની સુરક્ષા, મહિલાઓના પ્રશ્ને અગ્રતા અને માધ્યમ વર્ગના લોકોના ટૂ  વ્હીલર ઉઠાવતી ગેંગ સામે ભરડો અને ખાસ કરી કોઇપણ વ્યકિતઓના સંતાનો ગૂમ થવાના પ્રસંગે સામાન્ય અને ગરીબ લોકોના બાળકોને કોઈ ભેદભાવ વગર પોલીસની તેજો તરાર ટીમ ૧૦૦ જેટલો કાફલો ઉતારી શોધી આપવાના અભિયાનને વધુ એક વખત સફળતા સાંપડી છે.

 ભાવનગરની બે બાળકીઓને તેમની માતા દ્વારા અભ્યાસ બાબતે ઠપકો આપતા ભાવનગરથી સુરત બસમાં બેસી સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પહોચી ગયેલ.                 

પોલીસ કમિશનરની સૂચના મુજબ સેકટર,૧ ના ઇન્ચાર્જ વડા, ડીસીપી ઝોન,૨ તથા મદદનીશ પોલીસ કમિશનર, સી, ડિવિઝન દ્વારા પૂણે પોલીસ મથકમાં રચાયેલ સી ટીમ દ્વારા મહિલા,બાળકો, વડીલોની મદદ માટે પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે પીઆઇ વી. યુ.ગડરિયા, પીએસઆઈ  તથા ડી. ડી.રોહિત સહિત મહિલા પોલીસ ટીમની નજરે મહિલા કિશોરીઓ પર પડતાં તેમને ખૂબ શાંતિથી આશ્વાશન સાથે સંભાળી ગત તા.૧૨ના રોજ માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા ઘર છોડી નિકલ્યાનું જણાવેલ.

 ઉપરોકત બાબતે તાબડતોબ એ માસૂમ કિશોરીઓના પિતા પ્રવીણભાઈ બારૈયાનો સંપકૅ કરી જાણ કરી હતી.પિતા સુરત આવી પહોંચતા તેઓને સહી સલમત સુપ્રત કરી દેતા પિતા ભાવુક થયેલ અને સુરત પોલીસની આવી કામગીરી બદલ ખૂબ આભારવશ બનેલ.

(1:12 pm IST)