Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મુંજિયાસર ડેમ ઓવરફલો

 બગસરામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે આજે ફરી બગસરા પંથકમાં એક ઇંચ જેવો વરસાદ ધીમીધારે વરસ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશીની છવાઇ છે સતત ધીમીધારે વરસાદ વરસતા ખેતીમાં પાકને નુકસાન થયેલ નથી અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે બગસરા પાસે આવેલ મુંજીયાસર ડેમ ઓર ફલો થતા પાસે આવેલ સાતલડી નદીમાં પૂર આવ્યા છે અને કોઈ નુકસાન થયેલ નથી આસપાસના ચેકડેમો છલકાઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નદી નાળા અને નાના નાના ચેકડેમો છલકાઈ ગયા(તસ્વીરઃ સમીર વિરાણી-બગસરા)

(1:13 pm IST)