Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અંજાર ત્રણ,ભચાઉ બે, ગાંધીધામ, માંડવી એક, અબડાસા, રાપર, મુન્દ્રા અડધાથી પોણો ઇંચ અન્યત્ર ઝરમર વરસાદ

કયાંક કયાંક ધુબાકા સાથે ધોધમાર પણ મોટે ભાગે છૂટો છવાયો સામાન્ય વરસાદ : સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૫:  ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ગરમી તેમ જ વરસાદી માહોલ હોવા છતાંયે મોટેભાગે છૂટો છવાયો સામાન્ય વરસાદ છે. ગત ૨૪ કલાક દરમ્યાન આજ સવાર સુધીમાં કચ્છમાં અંજારમાં ત્રણ, ભચાઉમાં ૨ ઈંચ જયારે ગાંધીધામ, માંડવીમાં એક અને અબડાસા, રાપર તેમ જ મુન્દ્રા તાલુકામાં અડધાથી પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ભુજ અને લખપત તાલુકામાં સામાન્ય ઝરમર છે. જોકે, ભાદરવાના ભૂસાકાની જેમ અનેક ગામોમાં છૂટું છવાયું જોરદાર ઝાપટું વરસતા પાણી વહી નીકળ્યાં હતાં. પણ એકંદરે આગાહી અને ધારણા પ્રમાણે મેદ્યરાજા હજી વરસ્યા નથી.

કચ્છ જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, જિલ્લામાં આગામી તા.૧૬/૦૯/૨૦૨૧ અને તા.૧૭/૦૯/૨૦૨૧ ના દિવસે ભારે વરસાદના સંજોગોમાં નદી, તળાવો, ડેમોમાં પાણીની આવક ચાલુ છે. નીચાણવાળા કોઝવે, નીચાણવાળા એરિયા તથા અજાણ્યા પાણીમાં વાહનો નાખવા નહિ, વહેતા પાણીમાં નદીમાં, તળાવમાં કે તળાવની આવમાં, બાળકો, યુવાનો કુતુહલવશ જવુ નહિ, વરસાદી પાણીમાં ન્હાવાનું જોખમ ન કરવા તથા અનિવાર્ય સંજોગો સિવાય દ્યરથી બહાર ન નીકળવા જિલ્લા આપત્ત્િ। વ્યવસ્થાપન તંત્ર તરફથી આગ્રહપુર્વક વિનંતી કરવામાં આવે છે તથા જિલ્લા તંત્ર દ્રારા નીચે મુજબની બાબતોને ધ્યાને લઇને તકેદારીના પગલાં અને વ્યવસ્થા કરવામાં આવેલ છે.

જે અન્વયે અંતરિયાળ વિસ્તારમાં સંપર્કો સુનિશ્ચિત કરવામાં આવી છે. રાહત સામગ્રીના સાધનો તૈયાર રાખવામાં આવી છે. કોવીડ-૧૯ અન્વયે નિયત થયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા તૈયારી રાખવામાં આવેલ છે.તમામ વિભાગોના કન્ટ્રોલરૂમ સતત સક્રિય કરાયા છે.ડેમોની આસપાસ આવે; વિસ્તાર સબંધે ખાસ તકેદારી રાખવા એલર્ટ આપવામાં આવી છે.કોઝ-વે, પુલ અને નીચાણવાળા વિસ્તારોમાં તકેદારી રાખવા એલર્ટ આપવામાં આવી છે.તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા અંતરિયાળ વિસ્તારો સાથે સંપર્ક વ્યવસ્થા સુનિશ્યિત કરવામાં આવી છે. સંબંધિત વિભાગો (લાઇન ડિપાર્ટમેન્ટ), પોલીસ ફોર્સ તથા અન્ય સ્થળાંતર તથા રેસ્કયુ ટીમ સાથે સંકલન વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આશ્રયસ્થાનો તૈયાર રાખવા તથા તેની કોવીડ-૧૯ ની સ્થિતિ અનુસંધાને સેનેટાઇઝ કરવા સબંધિતોને સુચના આપવામાં આવેલ છે. શહેરી વિસ્તારોમાં પાણી ન ભરાય તથા જાહેરાતના બોર્ડ વિગેરે ભયજનક જણાય તો ઉતારી લેવા જણાવવામાં આવેલ છે. જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ સાથે સમયસર સંપર્ક વ્યવસ્થા સુનિશ્યિત કરવામાં આવેલ છે.ઔધોગિક એકમોમાં જરૂરી પુર્વ તૈયારીઓ સુનિશ્યિત કરવા જણાવવામાં આવેલ છે. કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. કચ્છના તા.૨૬/૦૮/૨૦૨૧ વાળા જાહેરનામા અંતર્ગત ગણેશ ઉત્સવ ઉજવણીની સબંધિત સુચનાઓનો લોકો ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્યિત કરવાનુ રહેશે. તેમજ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ ગણેશ વિસર્જન વખતે ખાસ ખ્યાલ રાખવા જિલ્લા આપત્ત્િ। વ્યવસ્થાપન ડિઝાસ્ટર શાખાની અખબારી યાદીમાં જણાવેલ છે.

ભાવનગરમાં એનડીઆરએફ ટીમ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૧૫: ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે.

ભાવનગર જીલ્લામાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફની ટીમ ભાવનગરમાં આવી પહોંચી છે. અને તંત્ર દ્વારા હાલમાં આ ટીમો સ્ટેન્ડ () રાખવામાં આવી છે.

(1:16 pm IST)