Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

કેશોદ પંથકમાં આઠ ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા

કેશોદથી એસટીનાં રૂટો રદ કરાયા, શાકભાજી હરરાજી બંધ રહી, શૈક્ષણિક કાર્ય બંધ રહ્યુ, ટ્રેનો રોકી દેવાતા મુસાફરો પરેશાન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૫: શહેર તાલુકામાં ગઈકાલે ચોવિસ કલાકમાં આઠ ઈંચ થી વધારે વરસાદ પડવાની સાથે સાથે ઉતાવળીયો નદી,ટીલોળી નદી, ઓઝત નદી,સાબળી નદી માં દ્યોડાપૂર આવતાં રહેણાંક વિસ્તારમાં અને ખેતરોમાં પાણી ફરી વળતાં જનજીવન ખોરવાયું હતુ. કેશોદ પંથકમાં ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઈંચ જેટલો વરસાદ પડવાની સાથે મોસમનો કુલ વરસાદ ૩૫ ઈંચ નોંધાયો છે.

ગઈકાલે સવારે ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં જ કેશોદ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેશોદના કૃષ્ણનગર સોસાયટી, શાસ્ત્રીનગર સોસાયટી, રણછોડનગર ઉતાવળીયો નદી અને ટીલોળી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રહિશો હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે જવાબદાર તંત્ર પહોંચે તે પહેલાં મેદ્યરાજાએ વિરામ લેતાં શહેરીજનો એ રાહતનો શ્વાસ લીધો હતો.

કેશોદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓઝત વિયર વંથલી નાં બાર દરવાજા,ઓઝત વિયર શાપુર નાં દશ દરવાજા,સાબલી ડેમના છ દરવાજા અને ઓઝત-૨ નાં ત્રણ દરવાજા ખોલવામાં આવતાં ઓઝત નદી અને સાબળી નદી ઉપરાંત ઉતાવળીયો નદી અને ટીલોળી નદી માં દ્યોડાપૂર આવતાં ખેતરોમાં અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું.

કેશોદ શહેરમાં જીલ્લા કલેકટર જુનાગઢ નાં આદેશ મુજબ શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી. કેશોદ એસટી ડેપોનાં વીસેક રૂટ રદ્ કરવામાં આવેલ હતાં પરિણામે મુસાફરો રઝળી પડ્યા હતાં તેમજ સવારે ભારે વરસાદને કારણે કેશોદ રેલ્વે સ્ટેશન પર ટ્રેનો રોકી દેવામાં આવી હતી. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શાકભાજી કે ફળફળાદિ ન લાવતાં હરરાજી બંધ રહી હતી. કેશોદ તાલુકાના દ્યેડ પંથકના વાડી વિસ્તારમાં રહેતાં ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ પોતાના ટ્રેકટરો દ્વારા કરેલ હતી.

કેશોદ શહેરમાં પસાર થતી ઉતાવળીયો નદી અને ટીલોળી નદી કાંઠે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતાં ફરિયાદો ઉઠી હોવાં છતાં દુર કરવામાં ન આવતાં નદીનાં વહેણનુ પાણી રહેણાંક વિસ્તારમાં ફંટાયું હતું અને ગ્રામ્ય વિસ્તારમાં ઓઝત નદી અને સાબળી નદી કિનારે પાળા તુટવાની સંભાવના સાથે ખેતીને નુકસાન થવાની ફરિયાદો થયેલ હોય છતાં નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં ડેમનાં દરવાજા ખોલવામાં આવતાં પાળા તુટવાની સાથે ખેતરોમાં પાણી ભરાઇ જવાની ઘટનાઓ બની રહી છે.

કેશોદ પંથકમાં વાદળછાયું વાતાવરણ હોય અને હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે વધું વરસાદ આવશે તો સ્થિતિ કફોડી બને તો નવાઈ નહીં. કેશોદ શહેર તાલુકામાં વરસાદી પાણીના પ્રશ્ને સ્થાનિક રહીશોએ પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને વારંવાર રજૂઆતો કરવા છતાં નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં રોષ ફેલાયો હતો.

છ જુગારીઓને ઝડપી પાડતી પોલીસ

ઇન્ચાર્જ પીઆઇ એમ બી ચૌહાણ ને મળેલી બાતમીના આધારે શબ્બીરભાઈ દલ ને મોકલી આપતાં વેરાવળ રોડ પર શિવ બેરલ વાળી ગલીમાં જાહેરમાં કુંડાળું કરીને તીનપત્ત્।ીનો હાર જીતનો જુગાર રમતાં નિલેશભાઈ અરવિંદભાઈ શેરઠીયા,રવીભાઈ ધીરજલાલ પાંચાણી, સંદીપભાઈ ખીમજીભાઈ અઘેરા, કાળુભાઈ દુદાભાઈ ડાકી, મહેન્દ્રભાઈ જમનભાઈ દ્યુમેલીયા અને સુભાષભાઈ ચંદુભાઈ કમાણીને રૂપિયા ૧૩૫૬૦/- સાથે ઝડપી લીધા હતા એએસઆઈ શબ્બીરભાઈ દલ અને અમરાભાઈ જુજીયા એ સફળ રેડ કરી હતી.

(1:19 pm IST)