Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જેતપુર ભાદર નદીમાં ઘોડાપુરમાં તણાયેલ રીક્ષાચાલક યુવકની શોધખોળઃ ગોંડલ ફાયરબ્રિગેડની ટીમ મદદે

મેવાસા ગામે વિજળી પડતા ભરવાડ યુવકનું મોત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧પ : બે દિવસ સતત વરસાદ વરસતો હોય શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાં ઘોડાપુર આવ્યું હતું પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ ગઇકાલે સાંજે પૂર્વવત થઇ ગયેલ હોય જેતપુરથી દેરડી જવાના બેઠા પુલ પરથી લોકોની અવર જવર શરૂ થઇ ગયેલ બાદ ગઇકાલે સાંજે ૮ વાગ્યાના અરસામાં ઉપરવાસ વરસાદ થતા પાણીનું વ્હેલ એકાએક વધતા દેરડી જવાના બેઠા પુલ ઉપર જોત જોતામાં પાણી ફરી વળ્યું હતું.તેવામાં દેરડી તરફ જતી રીક્ષા ચાલક રીક્ષા પુલ ઉપરથી પસાર કરતા પાણીના વેણમાં તણાઇ ગયેલ આ ઘટના સમાજ સેવક હારૂનભાઇ રફાઇને નજરે પડતા તેમણે તુરંત જાણ કરતા આ ઘટના અંગે ડે.કલેકટર રાજેષભાઇ તેમજ એ.એસ.પી.સાગર બાગમરને જાણ કરાતા તુરંત બચાવ કામ માટે ટીમને રવાના કરેલ જે તે રાત્રીના પાણીનું વ્હેણ વધુ હોય ઉપરાંત અંધારૂ હોય ભાળમળી શકેલ નહતી. આજ સવારથી ફરી શોધખોળ શરૂ કરેલ ઘટના સ્થળે મામલતદાર તેમજ પોલીસની ટીમે તરવૈયાઓ સાથે કામગીરી હાથ ધરેલ.

તણાયેલ યુવાન અંગે જાણવા મળેલ કે તે હારૂનભાઇ આમદભાઇ આમદાણી (ઉ.૪૦) રહે બોખલા દરવાજાવાળા હોય તેમના પરીવારજનો પણ ઘટના સ્થળે  તેમના આપ્તજનો હેમખેમ પાછા મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ આ યુવકની શોધખોળ માટે દોડી ગઇ છે.

અન્ય ઘટનામાં તાલુકાના મેવાસા ગામે ભરવાડ પરીવારનો યુવક ભરત રતાભાઇ ઘોડાસર (ઉ.૧૮) ગઇકાલે સાંજે હરીપરવાળા ડુંગરા ગામની સીમમાં ભેંસો ચરાવવા ગયેલ હોય તેવામાં એકાએક વીજળી યુવક ઉપર પડતા તેનુ મોત નીપજેલ.

આમ બન્ને બનાવથી અરેરાટી વ્યાપી ગયેલ છે.

(1:24 pm IST)