Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

શેરગઢ નજીક ત્રણ મહિના અગાઉ બનેલ પુલ ધોવાઇ ગયો

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા., ૧૫: કેશોદ તાલુકાના શેરગઢ ગામ પાસે ત્રણ મહિના અગાઉ બનાવવામાં આવેલ પુલ ધોવાઈ જવા છતા તંત્ર ધ્વારા આંખ આડા કાન કરી ગેરરીતિઓ અંગે પગલાં ન ભરાતાં પોલ ખુલ્લી પડી ગઈ છે.

 પુલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવેલ ત્યારે ગામવાસીઓ એ લેખિતમાં રજૂઆત કરી ધારાધોરણ મુજબ માલસામાન વાપરવામાં ન આવતું હોવાની ફરીયાદો કરી હતી ત્યારે એકાદ મહિનો કામ બંધ રાખ્યાં બાદ અચાનક કામ શરૂ કરવાની લીલી ઝંડી તંત્ર દ્વારા આપવામાં આવેલી હતી. ચોમાસામાં વરસાદ પડતાં ની સાથે જ વહેતાં પાણી ની સાથે સાથે માલસામાન નું ધોવાણ થઈ જતાં સમસ્યાઓ ફરીથી ઉભી થઈ ગઈ છે. કેશોદ શહેરથી અને મેંદરડા તરફથી માળીયા હાટીના તરફ જવાનાં મુખ્ય માર્ગ પર આવેલા શેરગઢ નજીક લાખો રૂપિયા નાં ખર્ચે બનાવાયેલા પુલ નું ધોવાણ થતાં જ સરકાર નાં પૈસા એળે ગયાં છે.

શેરગઢ ગામનાં રહીશો ને આસપાસના ગ્રામ્ય વિસ્તારના અવાણીયા, ખડખડીયા,અજાબ, માળીયા, માતરવાણીયા, અમરાપુર ગામનાં રહીશો અને વાહનચાલકો ને મળેલી સુવિધા નબળાં કામને કારણે છીનવાઈ ગઈ છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? એ તો આવનારા દિવસોજ કહેશે.

(1:25 pm IST)