Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વિસાવદરમાં વધુ ૧ ઇંચ વરસાદ : મોસમનો કુલ ૪૭ ઈંચ : લોકો ખુશખુશાલ

આંબાજળ - ધાફડ - ઝાંઝેસરી ડેમો સહિત નદી-નાળામાં નવા નીર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૫ : વિસાવદરમાં આજે સવારના ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ એક ઈંચ વરસાદ ખાબકયો છે.મોસમનો કુલ-૪૭ ઈંચ વરસાદ નોંધાયો છે.

વિસાવદર તાલુકામાં આવેલ આંબાજળ-ધાફડ-ઝાંઝેસરી ડેમો સહિતનાં નદી-નાળા સંતોષકારક વરસાદના લીધે છલકાયા છે.

વિસાવદર તાલુકામાં મેઘરાજાએ મન મુકીને મહેર કરતા ખેડૂતોનાં ઉભા પાકને જીવતદાન મળેલ છે. અબોલ જીવોનો ઘાસચારાનો પ્રશ્ન હલ થયો છે અને પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થતા લોકો ખુશ ખુશાલ છે. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૧૧-૨૦ મેઘાવી માહોલ યથાવત છે.

(1:25 pm IST)