Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

કુતીયાણામાં અઢી ઇંચઃ ફોદાળામાં ૪.૬ ફુટ ખંભાળામાં ૧ ફુટ નવું પાણીઃ પોરબંદર-રાણાવાવમાં ઝાપટા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧પ :.. આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં કુતીયાણામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરના ફોદાળા જળાશળમાં ૪.૬ ફુટ તથા ખંભાળા જળાશયમાં ૧ ફુટ નવુ પાણી આવેલ છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ૧૦ મી. મી. (૭૧૧ મી. મી.) રાણાવાવ ૮ મી. મી. (૭૩૯ મી. મી.) કુતીયાણા ૬૪ મી. મી. (૭૭૮ મી. મી.), નોંધાયો છે. પોરબંદરના ફોદાળા જળાશયમાં ૪.૬ ફુટ નવુ પાણી આવતા હાલ સપાટી ૩૧,૯ ફુટ થઇ છે. ખંભાળા જળાશયમાં ૧ ફુટ નવુ પાણી આવતા હાલ સપાટી ર૯ ફુટ થઇ છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૮.૮ મી. મી. (૭૦૭,પ મી. મી.) નોંધાયો છે. 

(1:29 pm IST)