Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

દેવભુમી દ્વારકા જીલ્લાના વર્તુ-ર સાની, સોરઠી ડેમ છલકાતા જામરાવલ પાસેના વિસ્તારોમાં એલર્ટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.રપ : દેવભુમી દ્વારકા જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘ સવારી અવિરત રહી છે તથા જિલ્લાના ચારેય તાલુકાઓમાં અડધાથી માંડીને અઢી ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ભાણવડમાં અડધી કલાકમાં દોઢ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા સર્વત્ર પાણી  પાણી સાથે નદીમાં પુર ઉમટયા હતા તો નદીના પાણી પુલ ઉપરથી ગામમાં રોડ પર પહોંચી ગયા હતા.

છેલ્લા ર૪ કલાકમાં દ્વારકા જિલ્લામાં ભાણવડમાં ૬૬ મીમી સાથે મોસમનો ૭પપ મીમી, દ્વારકામાં ૧૩ મીમી સાથે પપ૧ ખંભાળિયામાં ૧૦ મીમી સાથે ૭૬૭ મીમી, તથા કલ્યાણપુરમાં ૧૦ મીમી સાથે ૭૯૪ મીમી વરસાદ મોસમનો કુલ પડયો છે.

જામરાવલમાં ઉપરવાસ વર્તુ ડેમ-ર છલકાતા દરવાજા ખોલાતા, સાની ડેમ તરફથી પુર તથા સોરઠી ડેમ છલકાતા પુરની સ્થિતિ હોય જામરાવલ શહેર તથા આસપાસના વિસ્તારોને એલર્ટ જાહેર કરાયેલા તથા રાત્રી આખિ પ્રાંત અધિકારીશ્રી નિહાર ભેટારીયા, મામલતદારશ્રી પરમાર તથા સ્ટાફ ખડેપગે હતા. પરંતુ આ વખતે ગત વર્ષ જેવી ગામમાં પાણી ભરાવાની સ્થિતિ થઇ ન હતી. માત્ર કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

(1:34 pm IST)