Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જામનગરના જામવંથલીમાં ૮ ઈંચ વરસાદ

ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત મેઘમહેરઃ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી-પાણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૫ :. જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી જાય છે. ગઈકાલે પણ જામનગર તાલુકાના જામવંથલીમાં ૮ ઈંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત જામનગરના ફલ્લા અને મોટી બાણુગારમાં ૨ ઈંચ, અલીયાબાડામાં દોઢ ઈંચ, વસઈમાં એક ઈંચ તથા લાખાબાવળ, ધુતારપુર, દરેડમાં ઝાપટા વરસ્યા છે.

જ્યારે જોડીયાના હડીયાણામાં ૨ ઈંચ તથા બાલંભા અને પીઠડમાં દોઢ ઈંચ તથા ધ્રોલના જાલીયાદેવાણીમાં પોણા બે ઈંચ તથા લતીપુર અને લૈયારામાં પોણો ઈંચ વરસાદ પડયો છે.

કાલાવડના નવાગામ, મોટા પાંચ દેવડા, ખરેડીમાં એક ઈંચ તથા મોટા વડાળા, ભ.ભેરાજા અને નિકાવામાં ઝાપટારૂપે વરસાદ પડયો છે.

જામજોધપુરના સમાણા, વાંસજાળીયા, ધુનડામાં ૨ ઈંચ તથા ધ્રાફામાં સવા ત્રણ ઈંચ, પરડવા અને જામવાડીમાં દોઢ ઈંચ તથા શેઠવડાળામાં એક ઈંચ વરસાદ પડયો છે.

લાલપુરના પીપરતોળામાં દોઢ ઈંચ તથા ભણગોર અને મોટા ખડબામાં એક ઈંચ તથા પડાણા, મોડપર અને ડબાસંગમાં ઝાપટા વરસ્યા છે.

જામનગરનું આજનું હવામાન ૩૨ મહત્તમ, ૨૫ લઘુત્તમ, ૯૭ ટકા વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૪.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

જામનગરના કાલાવડમાં ૧૦ મી.મી., જામજોધપુરમાં ૮૫ મી.મી., જામનગરમાં ૨૯ મી.મી., જોડીયામાં ૨૦ મી.મી., ધ્રોલમાં ૪૨ મી.મી., લાલપુરમાં ૩૦ મી.મી. વરસાદ પડયો હતો.

(1:41 pm IST)