Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મોરબીમાં એસટીના કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નો મામલે વિરોધ પ્રદર્શન કરશે

તા. ૧૬ થી ૩ દિવસ સુધી કાળી પટ્ટી પહેરી વિરોધ બાદમાં આવેદન, માસ સીએલ સહિતના કાર્યક્રમો

મોરબી : રાજ્યના એસટી કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નો અને એસટી નિગમના ખાનગીકરણ માટેની આંધળી દોટના વિરોધમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કરાયું છે જેમાં મોરબીના એસટી કર્મચારીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે
મોરબી એસટીના કર્મચારીઓ પણ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં જોડાશે એસટી નિગમના ખાનગીકરણ માટેની આંધળી દોટથી મુસાફરોની સુવિધાઓ અને રાહત છીનવાઈ જશે તે ઉપરાંત એસટી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે વિરોધ પ્રદર્શન કરાશે જેમાં તા. ૧૬ થી ૧૮ સુધી દરેક કર્મચારી કાળી પટ્ટી પહેરી પોતાની ફરજ બજાવી વિરોધ નોંધાવશે તા. ૨૦ ના રોજ જીલ્લા કલેકટરને આવેદન પાઠવશે,
તા. ૨૧ અને તા. ૨૨ ના રોજ તમામ કર્મચારી રિશેષ દરમિયાન સ્વયંભુ રીતે જોડાઈને સુત્રોચ્ચાર કરશે તા. ૨૩ ના રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ પર જશે અને બાદમાં કર્મચારીના પ્રશ્નોનો નિકાલ ના હટાય તો અચોક્કસ મુદત સુધી સ્વયંભુ માસ સીએલ પર રહેશે તેમ યુનિયન પ્રમુખે જણાવ્યું હતું.

(12:18 am IST)