Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

શિક્ષિત,- દિક્ષિત, સ્વચ્છ પ્રતિભા ધરાવતા બ્રિજેશ મેરજાને પ્રધાનપદ મળવાના ઉજળા સંજોગો

મોરબી :  આજે જ્યારે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળના ગઠન સાથે જુના મંત્રીમંડળ સહિતનો ગંજીપો પિચવા જઈ રહ્યો છે ત્યારે વર્તમાન ગૂજરાત ભાજપની સરકારના નવા મંત્રીમંડળની જાહેરાતમાં પણ અનેક આશ્ચર્યો સર્જાશે તેમાં કોઈ સંદેહ નથી.

ગુજરાતની વર્તમાન ભાજપની વાત કરીએ તો તે છેલ્લાં વર્ષોમાં ગુજરાતમાં પોતાનાં મતદારો પરની પક્કડ સરકતી રહીછે અને તેની પાછળ અનેક કારણો છે. જે રિપોર્ટ કેન્દ્રમાં બેઠેલા મોવડીઓ સુધી પહોંચી ગયો છે. અને તેથીજ મુખ્યમંત્રી થીમાંડી મંત્રીઓ, અધિકારીઓના ફેરબદલની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ગુજરાતમાં એન્ટી ઇન્કંબન્સી નો સામનો કરતી સરકાર સામે ગુજરાતમાં પોતાનો જનાધાર વધારવા તરફ આગળ વધતી આમ આદમી પાર્ટી એને ગત વિધાનસભામાં ભાજપથી થોડીજ ઓછી સીટો મેળવનાર કોંગ્રેસ પણ શક્ય તેટલી ભાજપની નબળાઈઓ ઉજાગર કરવા મેદાને છે. અને કોરોના,મોંઘવારી, શિક્ષણ, બેરોજગારી સહિતનાં મજબૂત મુદ્દાઓ સાથે ભાજપને ઘેરી રહીછે.
અને વડાપ્રધાન મોદીના ગઢ અને તેમની પ્રતિષ્ઠા સમાન ગુજરાતમાં  ભાજપ નબળી પડી છે. તેને પૂર્વવત કરી ફરી ૨૦૨૨ મા ગુજરાતનો ગઢ સર કરવા માંટે આ બધી કવાયત ચાલી રહી છે.
ત્યારે વર્સો સુઘી જેમણે અનેક મંત્રીઓના મદદનીશ તરિકે રહી વહીવટી કામનો બહોળો અનુભવ ધરાવતા,શિક્ષિત, સાલસ અને બેદાગ છબી ધરાવતા, પોતાનાં મત વિસ્તાર માટે સતત ૧૮-૧૮ કલાક કામ કરતા જેને કર્મઠ- શિક્ષિત- દિક્ષિત ઈમાનદાર અને અનુભવી બ્રિજેશ મેરજા જેવા કામ કરવા સાથે સંગઠનમાં પણ દૂધમાં સાકાર ભળી જાય તેમ ભળી જય પક્ષને મજબૂત બનાવી લોકોના કામ કરતા કરતા ફરી પક્ષને સતસ્થન સુઘી પહોંચાડે તે પક્ષ માટે જરૂરી જ નથી અનિવાર્ય બની ગયુ છે.
અને વર્તમાન સમયમાં ગુજરાતની ભાજપ સરકારને સરકારી બાબુઓ ચલાવતા હોવાનો જે નકારાત્મક સંદેશ ગયોછે તેના નિર્મૂલન કરવા પણ મેરજા  જેવા બાહોશ નેતાઓની જરૂર છે. અને તેથીજ મોરબી વાસીઓ પ્રબળ આશા સાથે જણાવી રહ્યાં છે.
" મેરજાની સર્વંગી યોગ્યતા પર ન્યાયની મ્હોર લાગશે તેવી અમને આશા છે.

(12:28 am IST)