Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મોરબી ચકચારી લૂંટ પ્રકરણમાં હથિયાર સપ્લાય કરનાર આરોપી અગાઉ ઝડપાયો હતો હથિયાર સાથે

હથિયાર સપ્લાય કરનાર આરોપી થોડા દિવસો પૂર્વે જ ઝડપાયેલો, લૂંટના આરોપીની કબુલાત બાદ ફરી ઝડપ્યો.

મોરબીના રવાપર રોડ પર બંદુક બતાવીને આંગડીયા કર્મચારીને લૂંટીને દિલ્હી તરફ નાસી ગયેલા બંને ઈસમો દિલ્હીથી ઝડપાયા હોય જે બંને આરોપીઓનો કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યા બાદ કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીને જેલ હવાલે કરવામા આવ્યા છે તો લૂંટના ગુન્હામાં વપરાયેલ હથિયાર સપ્લાય કરનાર આરોપીનું નામ ખુલતા આરોપીને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના પંચાસર રોડ પર રહેતા વસંતભાઈ બાવરવાને રવાપર ચોકડી નજીક આંતરી લઈને બે બાઈકસવાર ઇસમોએ મરચાની ભૂકી છાંટી બંદુક બતાવીને પૈસા ભરેલ થેલામાંથી રોકડ લૂંટનો પ્રયાસ કર્યો હતો અને ભોગ બનનારે પ્રતિકાર કરતા રિવોલ્વર જેવા હથિયાર કાઢી લાખોની લૂંટ ચલાવી આરોપીઓ નાસી ગયા હોય જે પ્રકરણમાં પોલીસે આરોપી જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શક્તિ નાનજીભાઈ પટેલ રહે બંગાવડી તા. ટંકારા અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસિંગ રાજપૂત રહે હાલ સુરત મૂળ યુપી વાળો દિલ્હી ખાતેથી ઝડપી લીધા હતા તેમજ લૂંટના ગુન્હામાં વપરાયેલ બાઈક આરોપી વિરમ રતાભાઈ કોળીનું હોવાનું ખુલતા વિરમ કોળીને પણ ઝડપી લીધા હતા જે આરોપીઓના રિમાન્ડ મેળવી બાદમાં ત્રણેય ઇસમોને જેલહવાલે કરવામાં આવ્યા હતા જે લૂંટના ગુન્હામાં વપરાયેલ બાઈક, હથિયાર અને લૂંટની રકમ રીકવર કરવામાં પોલીસને સફળતા મળી હતી તો લૂંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ હથિયાર ક્યાંથી મેળવ્યું હતું તે અંગે રિમાન્ડ દરમીયાન સઘન પૂછરપછ કરી હતી જેમાં આરોપી જયદીપ પટેલે હથિયાર શક્તિસિંહ જયદીપસિંહ જાડેજા રહે શકત શનાળા વાળા પાસેથી મેળવ્યાની કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી શક્તિસિંહ જાડેજાને દબોચી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે

(10:08 pm IST)