Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં સારવારના મુદ્દે બબાલઃ તબીબને ટેબલ ઉથલાવી થપ્પડ મારી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૫: ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં સારવારના મુદ્દે તબીબ અરવિંદકુમાર સિંહા સાથે મારામારી અને ગેરવર્તન કરાયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. રાત્રે સારવાર માટે દર્દી સાથે આવનાર શખ્સ દ્વારા ડોકટરની ગેરહાજરી બાબતે નર્સને પૂછપરછ કરી હતી. જે સંદર્ભે નર્સે ડોકટરને ફોન કરતાં તેમની પત્નીએ ડોકટરને ડાયેરિયા હોઈ વોશરૃમ ગયા હોવાનું કહ્યું હતું. બાદમાં ડોકટરે નર્સને ફોન કરતાં તેમણે દર્દી અંગે જાણકારી આપી હતી. જેને પગલે ડો. અરવિંદકુમાર સિંહા હોસ્પિટલમાં આવી ગયા હતા. જયાં જગદીશ ભટ્ટી નામના શખ્સે ડોકટરની ગેરહાજરી બાબતે ઝદ્યડો કરતાં પોતે ડાયેરિયા થયા હોવાનું કારણ આપ્યું હતું. પણ શાંત થવાને બદલે ઉશ્કેરાયેલા જગદીશ ભટ્ટીએ ડોકટરની ટેબલ ઉથલાવી, અપશબ્દો ભાંડી થપ્પડ મારી દીધી હતી. તબીબે તરત જ આદિપુર પોલીસને ફોન કરતાં દોડી આવેલ પોલીસની હાજરીમાં પણ આ શખ્સે એટ્રોસિટીનો કેસ કરી માર મારવાની ધમકી આપી હતી. જે સંદર્ભે તબીબે ફરજમાં રૃકાવટ અંગે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે મારામારી કરનાર જગદીશ ભટ્ટીની ધરપકડ કરી હતી.

(10:16 am IST)