Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ગોંડલની નમૂનારૂપ ગૌશાળાની મુલાકાતે રૂપાલા -કથીરિયા

રાજકોટ : ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવેલ ગિર ગૌશાળા નમૂનારૂપ છે. તેના સંચાલક રમેશભાઇ રૂપારેલિયાએ ગૌસેવા, અને ખેતીક્ષેત્રે જુદા જુદા પ્રયોગો કરી સફળતા મેળવી છે. સંસ્થાને સિધ્ધી બદલ વિવિધ એવોર્ડ મળેલ છે. ગૌપાલન ક્ષેત્રે તેમણે રાહ ચીંધ્યો છે. કોરોના કાળમાં આ સંસ્થાએ ગરીબ લોકો માટે દવા અને જમવાની વ્યવસ્થા કરી હતી. તાજેતરમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી પરસોતમ રૂપાલાએ આ સંસ્થાની મુલાકાત લઇ સંસ્થાની પ્રગતિ બદલ પ્રસન્નતા પાથરી હતી. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઇ કથીરિયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:42 am IST)