Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ભાવનગર કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરૂધ્ધ દહન

ભાવનગર તા.૧પ : ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પુતળાનું દહન કરાયુ હતુ. પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી અને પેટ્રોલના ભાવો લઇ શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગર ઘોઘાગેઇટ વિસ્તારમાં મોંઘવારીના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ વિશેષ પ્રદર્શન સામે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરી હતી. આ કાર્યક્રમમા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, વિપક્ષ નેતા ભરતભાઇ બુધેલીયા, કોર્પોરેટર પુર્વ કોર્પોરેટર એમ.એસ.યુ.આઇ., યુથ કોંગ્રેસના સભ્યો, મહિલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

(11:27 am IST)