Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાની રાસ ગરબા સ્પર્ધા યોજાઇ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગરમાં જિલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તથા રાસને મળીને કુલ ૩ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાચીન ગરબા સ્પર્ધામાં શ્રી આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ-સુરેન્દ્રનગરને પ્રથમ સ્થાન, શ્રી સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર કેળવણી મંડળને દ્વિતીય સ્થાન અને કે. પી. હાઇસ્કૂલ-વઢવાણને તૃતીય સ્થાન મળ્યું હતું. બીજી બાજુ અર્વાચીન ગરબા સ્પર્ધામાં શ્રી સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર કેળવણી મંડળને પ્રથમ સ્થાન અને કે.પી. હાઇસ્કૂલ-વઢવાણને દ્વિતીય સ્થાન મળ્યું હતું. જયારે રાસ સ્પર્ધામાં શકિતપરા માલધારી રાસ મંડળ-સુરેન્દ્રનગરને પ્રથમ સ્થાન, શ્રી ભરવાડ માલધારી રાસ મંડળ-સુરેન્દ્રનગરને દ્વિતીય સ્થાન અને ગોવાળિયો રાસ મંડળ-સુરેન્દ્રનગરને તૃતીય સ્થાન મળ્યું હતું. જિલ્લાકક્ષા રાસ સ્પર્ધામાં વિજેતા ગૃપની તસ્વીર.

(11:28 am IST)