Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જામકંડોરણામાં પ્રાચીન પરંપરા જાળવી રાખતી શ્રી રામ મંદિરઃગરબી બાળાઓએ નવદુર્ગા રાસની રમઝટ બોલાવી

 (મનસુખ બાલધા દ્વારા) જામડડોરણાઃ તા.૧૪, શ્રી રામ મંદિર ગરબી મંડળ દ્વારા પ૪ વર્ષથી પરંપરાગત રીતે પ્રાચીન બાળાઓના રાસ ગરબાનું આયોજન થાયછે અત્યારના સમયમાં પણ આ ગરબીએ ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખી છે બાળાઓ રાસ ગરબા લઈ આધ્યાત્મિક વાતાવરણ સર્જી રહી છે. ગરબીના સંચાલકો આ ગરબીને વડીલોનો વારસો ગણાવી રહયા છે જે ભકિત સ્વરૂપે આગામી વર્ષોમાં પોતાના સંતાનોને પણ આપશે. તેવો હર્ષે વ્યકત કરી રહયા છે આ ગરબીમાં માતાજીના આઠમાં નોરતે મા નવદુર્ગાનો આબેહુબ વેશભૃષા સાથે સુંદર મજાનો રાસ બાળાઓએ રજુ કર્યો હતો. આ રાસ નિહાળવા જામકડોરણા શહેરના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હાજર રહી આ રાસ નિહાળવાનો લહાવો લીધો હતો. આ ગરબીની જામકડોરણા શહેરમાં મોટામાં મોટી ગરબીની ગણના થાયછે લોકોના સાથ,સહકાર અને હુંફથી તેમજ સંચાલકોની મહેનતથી અને લાગણીથી આ આજના આધુનિક યુગમાં પણ આ ગરબીએ. તેમની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે.

(11:28 am IST)