Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ઓખા મંડળમાં આઠમા નોરતાની અનોખી ઉજવણી

રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે મટકી ફોડ તથા ખોડિયાર મંદિર ૭ દેવી જગદંબા દર્શન

(ભરત બારાઇ દ્વારા) ઓખા, તા.૧૫: વિશ્વનો સૌથી લાંબો રાસ ઉત્સવની ઉજવણી ગુજરાત સાથે ઓખામાં પણ હર્ષ ઉલાસ સાથે ઉજવાય રહી છે. ઓખાના માતાના મંદિરોના ચાચર ચોકમાં નાની બાળાઓ માના ગુણ ગાન ગરબા સાથે રાસે રમતી હોય છે ત્યારે જગદંબા સ્વરૂપ લાગે છે.

ઓખામાં વર્ષોથી ઉજવાતી નવરાત્રીમાં આઠમા નોરતે મટકી ફોડનો કાર્યક્રમ સાથે બાળાઓએ સમૂહ આરતી કરી હતી. તથા દરીયા કિનારે આવેલા ખોડીયાર મંદિર ખાતે બાળાઓએ જગદંબાનું સ્વરૂપ ધારણ કર્યુ હતું. અને મંદિરના ચોકમાં બાળાઓ સાથે રાસે રમ્યા હતા.

(11:30 am IST)