Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સોરઠમાં વિજયાદશમીની ઉજવણી ફાફડા-જલેબી, મીઠાઇ ખરીદવા કતારો

જુનાગઢમાં સાંજે રાજપુત સમાજ દ્વારા શસ્ત્રપુજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧પ : સોરઠમાં સવારથી વિજયા દશમી પર્વની ઉજવણી થઇ રહી છે. ફાફડા જલેબી અને મિઠાઇ ખરીદવા લોકોની કતારો જોવા મળી હતી.

અસત્ય ઉપર સત્યના વિજયનાં પ્રતિકરૂપે દશેરાની આજે સવારથી જુનાગઢ સહિતના વિસ્તારોમાં ઉજવણી થઇ રહી છે. સવારે ફરસાણ - મીઠાઇની દુકાનો પર ફાફડા-જલેબી, મીઠાઇની ખરીદી માટે લોકોની કતારો જામી હતી.

ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં વધારો થયો હોવા છતાં ભાવની પરવા કર્યા વગર આજે કોરનાને ભુલી જવા ફરસાણ મીઠાઇની દુકાનો પર પડાપડી જોવા મળી હતી.

દરમિયાન જુનાગઢમાં આજે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ નથી. પરંતુ શહેરમાં ગિરનાર દરવાજા સ્થિત રાજપુત સેવા સમાજ ખાતે સાંજે ૪.૩૦ કલાકે શસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવેલ છે.

(12:09 pm IST)