Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

કેશોદનાં અખોદરમાં ૨૦ અને ટીટોડી ગામે કોરોનાના ૧૦ કેસ

રાજકોટ,તા. ૧૫ : જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના અખોદર ગામમાં કોરોનાના એક સાથે ૨૦ કેસ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

કેશોદ તાલુકાના બામણાસા ઘેડના 'અકિલા ફેસબુક લાઇવ'ના શ્રોતા આહિર મશરી કરાંગીયાએ જણાવ્યું હતુ કે, અખોદરમાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા છે. જ્યારે ટીટોડી ગામમાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે.

જો કે આ કેસ અંગે જૂનાગઢ જીલ્લા આરોગ્ય કેન્દ્રમાં કોઇ નોંધ થઇ નથી.

(3:35 pm IST)