Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મોરબીમાં જીલ્લા કક્ષાએ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ અને રૂરલ આઈટી ક્વીઝ યોજાઈ.

મોરબી :  આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા જીલ્લા કક્ષાએ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખગોળીય વૈજ્ઞાનિક ડૉ. જે. જે.રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમનાં માર્ગદર્શન અને સાનિધ્યમા આયોજન કરવામાં આવ્યું હતું
રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ -29 મા મોરબી જીલ્લાની વિવિધ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ પોતાનાં પ્રોજેક્ટ રજુ કર્યા હતાં બધાં જ સ્પર્ધકો ને પ્રમાણપત્ર તથા શ્રેષ્ઠ પ્રોજેક્ટને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તેમજ સ્પર્ધકો નાં સહાયક શિક્ષકમિત્રોને એક મુવમેન્ટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
N.C.S.C.-29 માં મુખ્ય વિષય “નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન ” નાં પાંચ પેટા વિષય છે તે પૈકી દરેક પેટા વિષય નાં પ્રથમ 5 શ્રેષ્ઠ પ્રોજેક્ટ ને રાજ્ય કક્ષાએ ભાગ લેવાં જશે.
તે ઉપરાંત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા રૂરલ આઈ ટી ક્વીઝનું જીલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું રૂરલ આઈટી ક્વીઝ ઓનલાઇન સ્પર્ધામાં મોરબી જીલ્લાની વિવિધ સ્કૂલ નાં 23 વિધાર્થીઓ વિજેતા થયા હતાં આ વિજેતાઓને વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલનાં હસ્તે સિલ્ડ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં .

(12:25 pm IST)