Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

અમરેલીમાં પરિણીતાને ત્રાસ આપતા સાસરીયા સામે ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧પ : અમરેલીમા જીવનભાઇ લખમણભાઇ હેલૈયાની દિકરી વૈશાલીબેનના લગ્ન ર૦૧૭માં બાઢડા મુકામે શૈલેષ ધનજીભાઇ ચાવડા સાથે હિન્દુ શાસ્ત્રોકત વિધિ પ્રમાણે કરેલ હતા. ત્યારબાદ પતિ શૈલેષ ધનજીભાઇ, સસરા ધનજીભાઇ બિજલભાઇ સાસુ રમીલાબેન ધનજીભાઇ, નણંદ ક્રિષ્નાબેન અને નિતિન ધનજીભાઇ ચાવડાએ ગાળો બોલી કરીયાવર અને ઘરકામ અંગે ત્રાસ આી માર મારી ધમકી આપ્યાની પિતા જીવનભાઇ લખમણભાઇ હેલૈયાએ અમરેલી સીટી પોલીસમાં મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઇજા

ડુંગર ગાંજાવદર ગામની સીમમાં નાનજી સવજીભાઇ ચૌહાણે પુરઝડપે અને બેફિકરાઇથી બાઇક ચલાવી પાછળ બેઠેલા અમરાભાઇ સવજીભાઇ ચૌહાણ (ઉ.૪૬)ને નાનીમોટી ઇજા કરી ફેકચર કરી પોતાને પણ ઇજા કર્યાની ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છ.ે

ધમકી

બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં લીલાબેન રાઘવભાઇ રાખોલીયા (ઉ.૬ર) ની વાડીમાં મગફળીમાંથી નીરણ લેવાની ના પાડતા ગડાકુળજીભાઇ અને તેની પત્ની તેમજ તેના દિકરાની પત્ની ગાળો બોલી દાતરડુ અને ઢીકાપાટુ વડેમાર મારી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઇજા

દામનગરના દહિંસરા રાનાણી મીલ પાસે નરસિંહ મેઘાભાઇ ખેર રહે.મેમદા તા.લાઠીવાળાએ પોતાની છકડો રીક્ષા જીજે ૦૧ ટીટી ૪૧૪૩ પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી પલ્ટી મારી જતા રીક્ષામાં બેઠેલા ચોથાભઇ લક્ષ્મણભાઇ કસોટીયા તેમજ રીક્ષમાં બેઠેલા અન્ય લોકોને ઇજા કર્યાની દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છ.ે

છેડતી

અમરેલીના વાંકીયા ગામના પાટીયા પાસે યુવતીની છેડતી થયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છ.ે

વાંકીયા ગામના પાટીયા પાસે વાંકીયાના મહારિવ દીલુભાઇ વાળા નામના શખ્સે ત્યારથી પસાર થતી યુવતીની છેડતી કરી હતી. આ બનાવની જાણ થતા છેડતી કરનારા શખ્સ મહાવીરની તાલુકા પોલીસ મથકના પી.આઇ. મુકમે ગણત્રીના કલાકોમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર

અમરેલી તાલુકાના શેડુભાર ગામે પ્લોટ વિસ્તારમાં તાલુકા પોલીસ સ્ટાફના અશોકભાઇ પોપટાણી, જયવંતસિંહ પરમાર, બ્રિજરાજસિંહવાળા, પ્રવિણભાઇ જીંજાળા અને કનુભાઇ સાંખટ તાલુકા પીઆઇની સુચનાથી પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે મુકેશદાના પરમાર સહિત આઠને રૂા.૧૦૬૭૦ ની મતા સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

(12:34 pm IST)