Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મોરબીના એલ ઇ ગ્રાઉન્ડને બદલે અન્ય સ્થળે હસ્તકલા મેલો સ્થળાંતર કરવાનું વચન ભુલાયું

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૫: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એકમાત્ર એલ ઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિવિધ મેળાઓ યોજાતા હોય જે મામલે અગાઉ યુવાનોએ વિરોધ કર્યા બાદ નેતાઓએ ઠાલા વચનો આપી યુવાનોને શાંત કર્યા હતા જોકે નેતાઓ હમેશા વચન આપી ભૂલી જતા હોય છે અને મેલો અન્ય સ્થળાંતર કરવાનું વચન પણ પાળવામાં આવ્યું ના હોય જેથી યુવાનોએ ફરીથી જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.

મોરબીના યુવાનોએ જીલ્લા કલેકટર અને એલ ઈ કોલેજના પ્રિન્સીપાલને આવેદન પાઠવી જણાવ્યું છે કે હસ્તકલા મેળો બીજા ગ્રાઉન્ડમાં સ્થળાંતર કરવા બાબતે પેટા ચુંટણીમાં આપેલ વાયદાનો ફિયાસ્કો થયો છે પેટા ચુંટણી સમયે સૌરભભાઈ પટેલને ઇન્ચાર્જ બનાવેલ અને મોરબીનું એકમાત્ર ગ્રાઉન્ડ જયાં યુવાનો ક્રિકેટ રમવાથી લઈને આર્મી, નેવી, એરફોર્સ તેમજ પોલીસની તૈયારી કરતા હોય છે અને સીનીયર સીટીઝન પણ વોક માટે આવતા હોય છે જોકે ફરીથી અહી મેળાનું આયોજન કરાયું છે સરકાર રોજગારી માટે હસ્તકલા પ્રકારના મેળાઓ યોજે છે ત્યારે યુવાનોએ માંગ કરી છે કે ગત વખતે કલેકટર અને સૌરભભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી અને મેળાઓ બીજે સ્થાલ્ન્તર કરવા વચનો આપ્યા હતા તે વચન પાળવામાં આવે અહી ૪૦ દિવસ મેલો આવે અને ગ્રાઉન્ડમાં નુકશાન કરી, ખાડા કરી ગંદકી કરી જતા રહે છે

નજીકના દિવસોમાં પોલીસ ભરતી આવતી આવે છે ત્યારે યુવાનોના ભવિષ્યનું શું થશે ? તેવા પ્રશ્નો ઉઠાવીને મેલો બીજા ગ્રાઉન્ડમાં સ્થળાંતર કરવા માંગ કરી છે અને પ્રશ્નનો યોગ્ય નિકાલ ના થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

(12:38 pm IST)