Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

દ્વારકાનાં ઓખા મઢીના ભુવા ભરાડામાં હત્યા પ્રકરણમાં પાંચેય આરોપીઓ જેલ હવાલેઃ મહિલા આયોગની ટીમ આવશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧પ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે રહેતી રમીલાબેન વરસાભાઇ સોલંકી નામની રપ વર્ષની ડફેર પરણીતાને ધુણવા લગતા તેનામાં મસાણની મેલડી ઘુસી ગઇ છે. તેમ કહીને ધગધતા ડામ તથા સાંકળો મારીને મોતને ઘાટ ઉતારી દેવાના અંધશ્રધ્ધા તથા ર૧ મી સદીમાં ભુવા ભરાડાની વાતોમાં માનનાર સમાજની સામે પ્રશ્નાર્થ જેવો બનાવ બન્યો હતો.

આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા શ્રી સુનીલ કુમાર જોશીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા દ્વારકા પો. ઇ. પી. બી. ગઢવી તથા તેમની ટીમે બનાવના મુખ્ય સુત્રધાર ભુવા રમેશ સોલંકી, અર્જુન ભરત સોલંકી, મનુ વીરા સોલંકી તથા ભાવેશ માકા સોલંકી તથા વેરશી માકા સોલંકીની ધરપકડ કરી હીત તથા પુછપરછમાં પોલીસની આગવી ઢબથી તમામ આરોપીઓએ ગુનો કબૂલ કરી લેતા તેમને કોર્ટમાં હવાલે કરી જેલ હવાલે કરાયા છે.

દ્વારકાના ઓખા મઢીમાં ધુણવા લાગતી મહિલાને વળગાડ અને માતાજીની આશંકાની હત્યા કરી નાખવાના આ બનાવના સમગ્ર રાજયમાં પ્રથા ધાળો પડયા હતા તથા આ અંધશ્રધ્ધાવાળા બનાવ અંગે ગુજરાત મહીલા આયોગની ખાસ ટીમ આજકાલમાં દ્વારકાની મુલાકાતે આવશે.

(1:13 pm IST)