Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મહેમદાવાદનાં વિડીયો મુદે ધરપકડ કરવા રજૂઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧પ :.. ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, મો. જાવેદ પીરઝાદા અને ઇમરાન ખેડાવાલાએ રાજયના પોલીસ વડાને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, હાલ ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે આવેલ રોજા રોજીની દરગાહ ઉપર ડીજે અને વરઘોડો લઇ કેટલાક કટ્ટરવાદી સંગઠનો દ્વારા દરગાહમાં આવી ડીજેના તાલે ડાન્સ કરતો  વીડીયો વાઇરલ થયો છે.

ધાર્મિક લાગણી દુભાઇ સુલેહ શાંતિભર્યા વાતારવણમાં ખલેલ પહોંચાડી કોમી તંગદીલી ફેલાવવાનો હીન પ્રયાસ કરતા તત્વોને વીડીયો અને ફોટોગ્રાફ દ્વારા ઓળખ કરી તાત્કાલીક ધરપકડ કરી સખ્ત નશ્યત કરવામાં આવે તથા રોજા રોજીની દરગાહ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તે જરૂરી છે.

(1:15 pm IST)