Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

બાબરામાંં દશેરા નિમિતે રામ-રાવણ યુધ્ધ જામ્યુ

બાબરાઃ બાબરા શહેરમાં છેલ્લા ૧૩૩ વર્ષથી રામજીમંદિર ચોક ખાતે મહાકાળી ગરબી મંડળના સભ્યો દ્વારા દશેરાના દિવસે આસ્થા પુર્વક રામચંદ્ર ભગવાન અને લંકાપતિ રાવણ વચ્ચે મુખ્ય બજારમાં ધમાસાણ યુધ્ધ ખેલવામાં આવે છે અને અસત્ય ઉપર સત્યના વિજય રૂપી યુધ્ધના અંતે ભગવાન રામના તીરથી દશાનંદનો સરાજાહેર વધનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

બાબરા શહેરમાં છેલ્લા ૧૩૩ વર્ષથી મુખ્ય બજારમાં ગરબી મંડળ આયોજીત ધમાસણમાં વિવિધ વેશભૂષા સહિત નવરાત્રી આયોજન થાય છે. જેમાં આઠમાં નોરતે રાત્રે અતિપ્રચલિત મહાકાળી માતાજીની ઉત્પતી અને પાવાગઢનો પત્તય નામક ધાર્મિક આયોજનો સંપન્ન થાય છે. જયારે દશમ દશેરાના દિવસે વહેલી સવારથી મુખ્ય ચોકમાં ભારે ઉત્સાહ પૂર્વક યુવાનો બાળકો અને આજુબાજુમાંથી યુધ્ધ જોવા આવેલા લોકોની ભારે ભીડ અને કોલાહલ વચ્ચે લંકાપતી રાવણ દ્વારા હરણ કરવામાં આવેલ માતા સીતાજીને છોડાવવા ભગવાન રામ, લક્ષ્મણ, હનુમાનજી, શહેરની  સેના બજારમાં ભ્રમણ કરી અને યુધ્ધ માટે લંકાપતિ રાવણને લલકાર કરવામાં આવે. (તસ્વીર- અહેવાલ-મનોજ  કનૈયા-બાબરા)

(3:52 pm IST)