Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જોડિયા તાલુકામાં કોસ્ટલ હાઇવે પર ડામરના ઠીગડા

જોડિયા, તા.૧૬: તાલુકામાંથી પસાર થતી કોસ્ટલહાઇવે પર ચોમાસા બાદ જોડિયા ભાટ્ટરા અને કુન્નડના માર્ગ પર તંત્ર દ્વારા ડબલ પટ્ટી પર ડામરના ઠીગડા જોવા મળી રહ્યા છે. કયાંક, કયાક માર્ગની એક બાજુ લાંબા તથા ટુકડામાં ડામર પાથરવાની કામગીરી થયેલ છે. તો બીજા પટ્ટામાં કોરો ધાકડ, તંત્ર દ્વારા માર્ગ પર ઠીગડા (પેચિંગ)ની થયેલ કામગીરી લોકોમાં શંકા ઉપજાવે છે. વર્ષ ૨૦૧૪માં ઉપરોકત કોસ્ટલ હાઇવે પર સંપૂર્ણ રીતે ડામરની કામગીરી કરાઇ હતી ત્યારબાદ કોસ્ટલ હાઇવે ડામરથી વંચિત રહ્યુ. છેલ્લા છ વર્ષથી કોસ્ટલ હાઇવે પર ચોમાસાનો માર જોવા મળી રહ્યો છે.

હાલમાં ઉપરોકત કોસ્ટલ હાઇવે પર રાત-દિવસ જામનગરથી કચ્છ તથા અન્ય રાજયો માટે વાહનોનો ટ્રાફિક વધ્યો છે. તંત્ર દ્વારા પેચિંગના નામે ડામરની કામગીરીમાં લોચા જોવા મળે છે. રોડ ટેકસ ભર્યા પછી વાહનો ચાલકોને બિસ્માર માર્ગના ઉપયોગ કરી રહ્યા છે. આ બાબત લોકશાહીમાં જનપ્રતિનિધીઓને સરકાર સમક્ષ આવાજ મુખર કરવો જોઇએ. તેવુ તાલુકાની પ્રજા ઇચ્છી રહી છે.

(9:52 am IST)