Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ઢુવા ચોકડીએ ૧૫દિ'થી મોતના સામાન સમો પડેલ માટીનો ઢગલો કયારે હટશે?

વાંકાનેર, તા.૧૬: ઢુવા ચોકડીએ ઓવરબ્રિજ પાસે જોનસન સીરામીક પાસે વાંકાનેરથી મોરબી જતા સર્વિસ રોડ ઉપર આજે પંદર દિવસથી માટીનો વિશાળ ઢગલો રોડ ઉપર પડેલ છે જે સર્વિસ રોડ ઉપરથી વાંકાનેરથી જતા તમામ પેસેન્જર વાહનો ઢૂવા ચોકડીએ પેસેન્જર ઉતારવા જતા હોય છે, કારણ કે ઢૂવાથી માટેલ રોડ ઉપર એકસો ચાલીસ જેટલી સિરામિક ફેકટરીઓ આવેલી હોવાથી મજુરવર્ગ, રાહતદારીઓ, ઉદ્યોગપતિઓ, તેમજ માટેલ ધરા ખાતે શ્રી ખોડિયાર માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, જયાં પણ દૂર દૂર યાત્રિકો આ રોડ પર પસાર થાય છે, તેમજ મોટા વાહનો, એસ, ટી બસને પણ આ ઢગલા પાસેથી નીકળવાનું હોય આવડા મોટા માટીના ઢગલા રોડ ઉપર ઉતારીને અવાર નવાર વાહન ચાલકો ઉતારીને ચાલ્યા જાય છે, કેમ તેમની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી આજે પંદર દિવસથી આવડો મોટો ઢગલો રોડના કોન્ટ્રાકટર કેમ નથી ઉપાડતા? જો કોઈ મોટા અકસ્માત થાય ઈ પહેલા આ માટીનો ઢગલો ઉપાડવામાં આવે એવી આ વિસ્તારના પ્રજાજનોની લોક માંગણી ઉઠેલ છે, નેશનલ ઓફ ઓથોરિટી ઇન્ડિયા એન, એન , સી વારા આ ઢગલાને તાત્કાલિક ઉપાડે એવી માંગણી છે.

(9:54 am IST)