Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં કરૂણા અભિયાન હેઠળ ૧૩૬ પક્ષીઓને સારવાર આપી

સુરેન્દ્રનગર,તા. ૧૬:  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સંવેદના ભર્યા અભિગમથી રાજય સરકાર દ્વારા ૧૪મી જાન્યુઆરી મકરસંક્રાતિ પર્વ નિમિતે પતંગની દોરીથી દ્યાયલ થયેલ પક્ષીઓની સારવાર અર્થે ૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન -૨૦૨૧ નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર વન વિભાગ, પશુપાલન વિભાગ તથા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના સંયુકત ઉપક્રમે સમગ્ર જિલ્લામાં પક્ષી સારવાર કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ તેમજ કોઇપણ દ્યાયલ પક્ષીને સત્વરે સારવાર ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમ દ્વારા ઉત્ત્।રાયણ સુધીમાં સમગ્ર જિલ્લામાં પતંગની દોરીથી દ્યાયલ થયેલા કુલ ૧૩૬ પક્ષીઓને નિષ્ણાંત ડોકટર્સની પેનલ દ્વારા સારવાર આપવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પક્ષીઓ ઓછા પ્રમાણમાં દ્યાયલ થતા વન વિભાગે નાગરીકોનો આભાર વ્યકત કરેલ છે. વન વિભાગની આ કામગીરીમાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, એરાઇઝ ગૃપ ધ્રાંગધ્રા, સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો તથા અન્ય સ્વયંસેવકોએ ઉત્સાહથી ભાગ લઇ પક્ષી બચાવ અભિયાનને સફળ બનાવ્યુ છે.

આ કામગીરીને સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશભાઇ મકવાણા, હાસ્ય કલાકાર જગદિશભાઇ ત્રિવેદી, શાબુદ્દિનભાઇ રાઠોડ તથા વિવિધ સામાજીક, ધાર્મિક, સેવાકીય સંસ્થાના આગેવાનો તથા જાગૃત નાગરીકોએ નજીકથી નિહાળીને વન વિભાગ પશુપાલન વિભાગ તથા તમામ એન.જી.ઓ.ની સેવાકીય કામગીરીને બિરદાવી હતી.

આ કામગીરી દરમ્યાન બર્ડ ફ્લુની દહેશત તથા કોવિડ -૧૯ની પરિસ્થિતિને ધ્યાને રાખીને સરકારશ્રીની તમામ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમશ્રી નાયબ વન સંરક્ષકશ્રી એચ.વી.મકવાણા અને  વી.એમ.દેસાઇ  તથા નાયબ પશુપાલક નિયામક ડો . જી.આર.કહાગરાના માર્ગદર્શન તથા સંકલન દ્વારા આયોજીત કરવામાં આવેલ હતો .

(9:57 am IST)