Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

માળિયા હાટીનામાં રામમંદિર નિર્માણ કાર્યાલય

માળીયા હાટીનાઃ અયોધ્‍યામાં ભવ્‍ય નિર્માણ પામનાર શ્રીરામ મંદિર બનાવવા માટે નિધિ ફંડ એકઠું કરવા માટે આજે માળીયા હાટીનાના સંસદ સભ્‍ય રાજેશભાઇ ચુડાસમાનાં હસ્‍તે દીપ પ્રાગટય કરી વિશ્‍વ હિન્‍દુ પરીષદનું કાર્યાલય મહેન્‍દ્રભાઇ ગાંધીની દુકાને મુકયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતનાં પ્રમુખ દિલીપસિંહ સિસોદીયા હમીરસિંહ સભાપતિ ભૂપતભાઇ પરમાર ડી.કે.સિસોદિયા મહેન્‍દ્રભાઇ ગાંધી કાનજીભાઇ યાદવ બચુભાઇ સીસોદિયા સોનલબેન ગોસ્‍વામી પ્રવીણભાઇ કારીયા, રાજુભાઇ દેસાઇ, સિરાજભાઇ ભણવાડિયા મોમીન સમાજના આગેવાનો તેમજ ગામડાના આગેવાનો મુળુભાઇ જુજિયા યશ પટેલ ત્રિકમભાઇ કનેરિયા, કનુભાઇ સિસોદિયા, લખુભાઇ પાલા, ચંદ્રકાંતભાઇ કક્કડ સહિતના આગેવાનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. ૫૧૦૦નો ફાળો અયોધ્‍યા રામ મંદિરનાં નિર્માણમાં લખાવી શરૂઆત કરી છે. કાર્યાલય શરૂ કરવામાં આવ્‍યું તે તસ્‍વીર.

(10:38 am IST)