Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

થાન, સાયલા, વઢવાણ, લખતર, સુરેન્‍દ્રનગરના દારૂ તથા નાણાં બળજબરીથી કઢાવી લેવાના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને જસદણ સીમમાંથી શોધી કાઢયો

૬-ગુન્‍હાઓના, લીસ્‍ટેડ નાસતા ફરતા કુખ્‍યાત આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ સુરેન્‍દ્રનગર

વઢવાણ,તા. ૧૬: સંદીપ સિંધ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓની સીંધી સુચના મુજબ પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયાએ જીલ્લામાંથી પ્રોહીબીશન તથા શરીર સંબંધી ગુન્‍હાઓ કરી નાસતા ફરતા ગુન્‍હેગાર આરોપીને તાત્‍કાલીક ઝડપી પાડવા, સારૂ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.સી.બી. સુરેન્‍દ્રનગરનાઓને જરૂરી માર્ગદર્શન આપેલ.

ગઇ તા. ૨૭/૦૮/૨૦૨૦ના સાંજના સમયે આરોપી વિજય લગધીરભાઇ કાઠી રહે. સાંકળી તા. વઢવાણ હાલ રહે. નવો ૮૦ ફુટ રોડ સુરેન્‍દ્રનગર વાળાએ પોતાના સાગરીતો સાથે મળી પૂર્વયોજીત કાયતરૂ રચી બ્‍લેક કેટા કાર નં. જીજે-૧૩એએચ ૨૨૨૨ વાળીમાં આવી ફરીયાદીની ગાડીએ ઓવરટેક કરી., ગે.કો. અવરોધ કરી ફરીયાદીશ્રીની જમીન બળજબરીથી પડાવી લેવા માટે અગાઉ ફરિયાદીને ધમકીઓ આપેલ જે અંગે ફરિયાદ થયેલ હોય જે ફરિયાદ પાછી ખેંચી લેવા તેમજ આ જમીન બળજબરીથી પડાવી લેવા સારૂ લોખંડના પાઇપ, તથા ધોકા વતી ફરિયાદીની ગાડીને નુકસાન કરી તથા ફરિયાદીને હાથે પગે શરીરે ફેકચર જેવી ગંભીર ઇજાઓ કરી નાશી ગયેલ  જે અંગે સુરેન્‍દ્રનગર સીટી બી ડીવીઝન પો. સ્‍ટે. માં ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૬૨૦૦૫૩૬ ઇ.પી.કો. કલમ ૩૮૭,૩૨૯, ૩૪૧, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦ બી મુજબનો ગુન્‍હો રજી. કરવામાં આવેલ.

આરોપી વિજય લગધીરભાઇ કાઠી અગાઉ શરીરસંબંધી ગુન્‍હામાં પોલીસમાં પકડાયેલ હોય જેથી પોલીસ કાર્યવાહીથી સંપૂર્ણ વાકેફ હોય, પોતાની ધરપકડ ટાળવા સારૂથી ખૂબ જ ચાલાકીથી નાસતો ફરતો રહી, જાતેથી તેમજ પોતાના સાગરીતો મારફતે પ્રોહીબીશનની ગે-કા પ્રવૃતિ ચાલુ રાખી (૧) સુરેન્‍દ્રનગર સીટી  બી ડીવી પો. સ્‍ટે. ગુ.ર. નં. ૦૩૯૧/૨૦૨૦ પ્રોહી કલમ -૬૫ એઇ, ૧૧૬ બી, ૮૧ તથા (૨) સાયલા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૦૨૨૫/ ૨૦૨૦ પ્રોહી કલમ ૬૫એઇ ૧૧૬ બી, ૮૧, ૯૮ (૨) તથા (૩) વઢવાણ પો.સ્‍ટે. ગુ.ર.નં. ૦૪૩૯/૨૦૨૦ પ્રોહી કલમ -૬૫ એઇ, ૧૧૬ બી , ૮૧, ૯૮ (૨) તથા (૪) લખતર પો. સ્‍ટે. ગુ.ર.નં. ૦૨૬૪/ ૨૦૨૦ પ્રોહી  કલમ-૬પએઇ, ૧૧૬બી, ૮૧, (પ) થાનગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.પ૧૧૪/ર૦૧૯ પ્રોહી કલમ-૬પએઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબના ગુન્‍હાઓ આચરેલ હોય, જેથી મજકૂર આરોપીને તાત્‍કાલીક શોધી કાઢવા સારૂ તાબાના સ્‍ટાફથી તથા ખાનગી બાતમીદારોથી મજકૂર આરોપીના હાલના મળી આવવાના આશય સ્‍થાનો બાબતે માહીતી મળેવી, આરોપી શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.

સતત અને સખત કાર્યવાહીના અંતે મજકુર આરોપી જસદણ ગામની સીમમાં છૂપાયેલ હોવાની હકીકત જાણવા મળતા  હર્ષ ઉપાધ્‍યાય, ડી.એમ. ઢોલ, વી.આર. જાડેજા, એમ ત્રણ અધિકારીશ્રીઓ તથા અલ.સી.બી. સ્‍ટાફના માણસો સાથે અલગ અલગ ત્રણ ટીમો બનાવી જસદણ ગામની સીમ વિસ્‍તારમાં આરોપીની અતિ ગુપ્ત રાહે વોચ તપાસ હાથ ધરવામાં આવેલ. સતત એક રાત અને પૂરા દિવસની મહેનતના અંતે આરોપી વિજયભાઇ લગધીરભાઇ કાઠી જસદણ ગામની સીમમાં નિર્મળભાઇ જયવંતભાઇ ધાધલ રહે. જસદણ વાળાની ખારી સીમ તરીકે ઓળખાતી વાડીએ છુપાયેલ હોવાની ચોક્કસ હકીકત જાણવા મળતા, ત્રણેય અધિકારીશ્રીઓની આગેવાનીમાં બાતમી હકીકતવાળી વાડીને ત્રણેય બાજુથી કોર્ડન કરી વાડીમાં છાપો મારતા આરોપી વિજય લગધીરભાઇ ખાચર કાઠી રહે. સાંકળી તા. વઢવાણ હાલ રહે. વઢવાણ નવો ૮૦ ફુટ રોડ, જલારામ સોસાયટી વાળો તથા તેને આશરો આપનાર વાડી માલીક નિર્મળભાઇ એસ/ઓ જયવંતભાઇ ઉર્ફે જયુભાઇ જીલુભાઇ ધાધલ જાતે કાઠી રહે. જસદણ લાતીપ્‍લોટ તા. જસદણ જી. રાજકોટ વાળાને શોધી પકડી સુરેન્‍દ્રનગર મુકામે લાવી પૂછપછર હાથ ધરતા આરોપી વિજય દ્વારા ઉપરોકત ગ્‍ુન્‍હાઓ આચરી તે ગુન્‍હામાં નાસતો ફરતો હોવાની તથા આરોપી નિર્મળભાઇએ વિજય પોતાનો મિત્રો હોય, મિત્રતાના દાવે આશરો આપેલાની કબુલાત આપતા મજકુર બંને આરોપીને સુરેન્‍દ્રનગર સીટી બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 હર્ષ ઉપાધ્‍યાય નાયબ પોલીસ અધિક્ષક સુરેન્‍દ્રનગર પો.સ.ઇ. વી.આર. જાડેજા તથા એ.એસ.આઇ. જુવાનસિંહ અનુભા તથા પુપેન્‍દ્રકુમાર જીણાભાઇ તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા નરેન્‍દ્રસિંહ દિલાવરસિંહ તથા પો.હેડ કોન્‍સ. અમરકુમાર મનુભા તથા અનિરૂદ્ધસિંહ અભેસંગભા, પો.કોન્‍સ. જયેન્‍દ્રસિંહ જેઠીભા,અજયસિંહ વિજયસિંહ, સંજયભાઇ પ્રવિણભાઇ, ગોવિંદભાઇ આલાભાઇ, દીલીપભાઇ ભુપતભાઇ, કલ્‍પેશભાઇ જેરામભાઇ, અશ્વિનભાઇ ઠારણભાઇએ રીતેની ટીમ દ્વારા લીસ્‍ટેડ નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.

(11:36 am IST)