Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

લેઉવા પટેલ ઉચ્ચ કેળવણી સહાયક મંડળ દ્વારા આર્થિક સહાય પૂરી પડાશે

જૂનાગઢ તા. ૧૫ : જિલ્લામાં વસવાટ કરતાં લેઉવા પટેલ સમાજનાં આર્થીક જરૃરીયાતમંદ તેજસ્વી છાત્રોને નાણાનાં અભાવે ઉચ્ચઅભ્યાસ કરવામાં બાધા બનતા અભ્યાસ છોડી દેવો અથવા તો સારા માર્કસ હોવા છતાં યોગ્ય પ્રવાહમાં અભ્યાસ ન કરી શકવાની નોબત આવતી હોય છે. આ બાબત સામજશ્રેષ્ઠીઓને ધ્યાને આવતા લેઉવા પટેલ સમાજનાં તેજસ્વી છાત્રો યોગ્ય અભ્યાસક્રમમાં નાણાનાં અભાવે પ્રવેશથી વંચીત ના રહે તે હેતુ વગર વ્યાજની લાંબાગાળાની લોન સહાય આપી આર્થીક રીતે સહાયરૃપ બની રહે છે.

આ માટે જૂનાગઢ ખાતે લેઉવા પટેલ ઉચ્ચકેળવણી સહાયક મંડળ દ્વારા જૂનાગઢ જિલ્લાનાં વતની હોય ધો-૧૨ ની માર્ચ ૨૦૨૦માં કે ત્યારબાદ યોજાયેલ પરીક્ષાઓમાં સૈધ્ધાંતિક વિષયોમાં ૭૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર અથવા નીટ પરીક્ષા કલીયર કરનાર અને આર્થિક રીતે નબળા પરંતુ એમ.બી.બી.એસ, બી.ડી.એસ., બી.એ.એમ.એસ., બી ફિઝીયો, બી.એચ.એમ.એસ, બી.ટેક, એમ.બીએ., સી.એ,જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસમાં તેજસ્વી હોય તેવા લેઉવા પટેલ સમાજના સંતાનો માટે મંડળે વ્યાજરહીતની લોન સહાય આપવાની વ્યવસ્થા કરેલ છે. તો આ અંગેનાં અરજી પત્રક જૂનાગઢ બસ સ્ટેશન પાસે ન્યુ સંકલ્પ કોમ્પલેકસનાં ત્રીજા માળે શોપ નંબર ૩૨૦, ખાતે આવેલ શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં કાર્યાલયેથી મેળવી સંપુર્ણ વિગત ભરી ૧૫ ફેબ્રુઆરી-૨૦૨૧ સુધીમાં પરત કરવા. આ અંગે વધુ જાણકારી માટે ૯૯૦૯૩૧૪૬૭૧ હસમુખભાઇ કોરાટ અથવા, ૯૪૨૮૨૪૯૩૮૧ પ્રાગજીભાઇ ત્રાપસીયાનો સંપર્ક સાધવાથી માહિતી મેળવી શકાશે.તેમ મંડળનાં પ્રમુખ ત્રિકમભાઇ સુરાણીની યાદીમાં જણાવાયુ છે.

(12:04 pm IST)