Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જુનાગઢમાં વધુ એક બુટલેગરના વિશાળ બંગલા પર બુલડોઝર

ગેરકાયદેસરના બાંધકામ પર બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬ :.. આજે સવારથી વધુ એક બુટલેગરનાં વિશાળ બંગલા પર તંત્રએ બુલડોઝર ફેરવી ડિમોલીશન હાથ ધર્યુ છે.

લીરબાઇપરામાં રહેતા દારૃનાં ધંધાર્થી લખમણ ઉર્ફે બબન નાથાભાઇ કોડીયાતરે પેશકદમી કરી વિશાળ બંગલો બનાવી લીધો હોવાનું ધ્યાન પર આવતા કલેકટર ડો. સૌરભ પારઘીની સુચનાથી એસ. ડી. એમ  અંકિત પન્નુનાં માર્ગદર્શન હેઠળ મામલતદાર ચૌહાણ વગેરે દ્વારા આજે સવારથી ડિમોલીશન શરૃ કરવામાં આવેલ.

જો કે ડિમોલીશનની કાર્યવાહી શરૃ થાય તે પહેલા જ લખમણ કોડિયાતર અને તેનાં પરિવારજનોએ ઘર વખરી સહિતનો સરસામાન અન્યત્ર ફેરવી નાખ્યો હતો.

આ કાર્યવાહી દરમ્યાન કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જળવાય રહે તે માટે એસપી રવિ તેજા વાસમ સેટીની સુચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, શ્રી બારૈયા તેમજ ક્રાઇમ  બ્રાંચનાં ઇન્ચાર્જ પી. આઇ. શ્રી ભાટી, સી ડીવીઝનના પીએસઆઇ પી. જે. બોદર વગેરેએ સતત ખડેપગે રહીને બંદોબસ્ત જાળવ્યો હતો.

દરમ્યાન બુલડોઝર સહિતના સાધનોની મદદથી બંગલાનું ડિમોલીશન કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

(12:04 pm IST)
  • દેશભરમાં આજે 1,65,714 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી : રસીકરણ પછી હજી સુધી એકપણ વ્યક્તિને આડઅસર થઈ હોય કે હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવું સામે નથી આવ્યું તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. access_time 7:42 pm IST

  • દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇન્કાર : રેસિડન્ટ ડોક્ટરોએ મેડિકલ સુપ્રિટેડન્ટને પત્ર લખ્યો : ભારત બાયોટેકની કોવેક્સિનને બદલે કોવીશીલ્ડ આપવા માંગણી કરી : કોવેક્સિનની ટ્રાયલ અધૂરી હોવાનું મંતવ્ય access_time 1:52 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 40 હજારથી વધુ નવા કેસ : બે દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા : access_time 1:09 am IST