Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ધોરાજી રામ મંદિર ખાતેથી નીધી સમર્પણ અભિયાનનો પ્રારંભ કરાયો

શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજે રામ જન્મભૂમિ માટે હિન્દુ સમાજે યથાશક્તિ દાન આપવા અપીલ કરી: પ્રથમ દિવસે જ રૂપિયા સાડા બાર લાખ રામ જન્મભૂમિ ભવ્ય મંદિર માટે દાનમાં આવતાં તમામ પાસાઓનું સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણની સમર્પણ અભિયાન સમિતિ દ્વારા ધોરાજીના રામ મંદિર ખાતે નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો હતો
  આ સમારોહમાં ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ના શ્રીમહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ તેમજ ધોરાજી સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી ભક્તિ સ્વામી શ્રી બાલકૃષ્ણ સ્વામી સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત શ્રી રવિદાસજી મહારાજ ભુતવડ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત કિશોર ભારતીબાપુ વિગેરે સંતોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો
અયોધ્યા  મા રામ જન્મભૂમિ સ્થળ ખાતે ભવ્ય રામમંદિર બનાવવા માટે તારીખ 14 થી 31 જાન્યુઆરી સુધી પંદર દિવસ નિધિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાશે જેના ભાગરૂપે પ્રથમ દિવસે ધોરાજીના રામ મંદિર ખાતે સંતો મહંતો ના વરદહસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ પ્રસંગે સંઘ પરિવારના રાજકોટના અગ્રણી હંસરાજભાઇ ગજેરા ગોંડલ જિલ્લા સંઘના સંચાલક ચંદુભાઈ ચોવટીયા ધોરાજી નગરના સંચાલક કિરણભાઈ હરપાલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રફુલભાઈ જાની મનીષ ભાઈ સોલંકી તેમજ વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલા આગેવાનો અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી તેમજ બજરંગ દળ રાજકોટ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ કિશોરભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી વી ડી પટેલ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ જિલ્લા અધ્યક્ષ ડો જે આર પરમાર ઉદ્યોગપતિ વિપુલભાઈ ઠેશિયા વિદ્યાભારતી ગુજરાત ના રણછોડભાઈ વઘાસિયા વિનુભાઈ વઘાસિયા વિઠ્ઠલભાઈ કોરડીયા કરસનભાઈ માવાણી વિનુભાઈ માથુકિયા વિજય ભાઈ બાબરીયા કિશોરભાઈ માવાણી મનીષભાઈ કંટોલિયા સહિત વિવિધ ક્ષેત્રોમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
  આ સમયે ધોરાજીના પ્રાચીન ગણાતા શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવા અખાડાના મહંતશ્રી શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ દીપ પ્રાગટ્ય કરી હિન્દુ સમાજને આહવાન કરેલ કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને તે હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે અને સમસ્ત હિન્દુ સમાજે ભવ્ય રામમંદિર માટે દરેક હિંદુ સમાજે યથાશક્તિ દાન આપવા અપીલ કરી હતી
આ સાથે સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત શ્રી રવિદાસ મહારાજ એ પણ હિન્દુ સમાજને ભવ્ય રામમંદિર માટે દાન દેવા માટે આહવાન કર્યું હતું
  આ પ્રસંગે પ્રાંતના અધિકારી હંસરાજભાઇ ગજેરા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ ડૉ જે આર પરમાર ગોંડલ જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંધ ચાલક ચંદુભાઈ ચોવટીયા વિગેરે રામ જન્મભૂમિ નિધિ એકત્રીકરણ  બાબતે વિગતવાર માહિતી આપી હતી અને હાલમાં સમગ્ર દેશમાં અને વિશ્વમાં રામ જન્મભૂમિ નિધિ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના 30 ગામ માં તારીખ 15 તારીખ 31 જાન્યુઆરી સુધી રામ જન્મભૂમિ નિધિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં ૨૦૦૦ જેટલા કાર્યકર્તાઓ કામે લાગી જશે અને  દરેક હિંદુ સમાજ ના ઘર સુધી પહોંચી મિનિમમ ૧૦ રૂપિયાનું દાન રામ જન્મભૂમિ મંદિર માટે લેવામાં આવશે દરેક વ્યક્તિને જે પ્રકારે દાન આપ્યું હશે તેમને પાક્કી પહોંચ આપવામાં આવશે
  પ્રથમ દિવસે જ કાર્યક્રમમાં રૂપિયા સાડા બાર લાખ રૂપિયા રામ જન્મભૂમિ મંદિર માટે દાન આવ્યું હતું અને તમામ ભામાશા ઓનું સંતો મહંતો તેમજ સંઘ પરિવારના અધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

(8:38 pm IST)