Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

અંજારની અપહૃત યુવતીને પોલીસે ગણતરીની કલાકોમાં મુક્ત કરાવી : અપહરણકર્તાઓએ દસ કરોડની માંગણી કરી હતી

યુવતી કોમ્પ્યુટર કલાસ ગઈ હતી ત્યારે કેટલાક લોકો ઉઠાવી ગયા હતા:આરોપીઓને ઘેરાઈ ગયાનો ખ્યાલ આવતા ભુજનાં હિલ ગાર્ડન પાસે બાંધેલી હાલતમાં ફેંકી ગયા

ભુજ : કચ્છનાં અંજારની એક યુવતીના અપહરણ કરવાની સનસનીખેજ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતીને આબાદ છોડાવી લીધી હતી. કોમ્પ્યુટર ક્લાસમાં ગયેલી યુવતીનું કેટલાક લોકોએ શુક્રવારે સાંજે કિડનેપિંગ કર્યું હતું. અપહરણ બાદ યુવતીનાં પિતા પાસે અપહરણકર્તાઓએ દસ કરોડની માંગણી કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા પારખીને ત્વરિત એક્શન લીધું હતું. જેને લીધે એક મોટી ઘટનાને અંજામ અપાય તે પહેલા જ પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. અલબત્ત અપહરણ કોણે અને કેવી રીતે કર્યું હતું તે વિગતો બહાર આવી નથી.

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે અંજારના એક ઠક્કર પરિવારની યુવતી કોમ્પ્યુટર કલાસ ગઈ હતી ત્યારે કેટલાક લોકો તેને ઉઠાવી ગયા હતા. ત્યારબાદ ફોન કરીને યુવતીના પિતા પાસે દસ કરોડની માંગણી કરવામાં આવી હતી. મામલો પોલીસ સુધી પહોંચતા બોર્ડર રેન્જનાં આઈજી જે.આર.મોથલીયા તથા પૂર્વ કચ્છનાં એસપી મયુર પાટીલે જુદી જુદી ટીમ બનાવીને અપહરણકારોને ઝડપી લેવા માટે એક્શન પ્લાન બનાવીને નાકાબંદી કરી દીધી હતી. ત્યારબાદ મોબાઈલ સર્વેલન્સ સહિતનું ટેક્નિકલ સર્વેલન્સ શરૂ કરી દીધું હતું. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ઉપરાંત એલસીબી અને અંજાર પોલીસની ટીમ બનાવીને આરોપીઓને પોલીસે ઘેરવાનું શરૂ કરી દીધું હતું.

પોલીસે નક્કી કરેલા આયોજન મુજબ, યુવતીના પિતા અંજારથી ભુજ આવવા નીકળ્યા હતા. પરંતુ તે દરમિયાન આરોપીઓને પણ ખ્યાલ આવી ગયો હતો કે તેઓ ઘેરાઈ ગયા છે. આથી યુવતીને તેઓ ભુજનાં હિલ ગાર્ડન પાસે બાંધેલી હાલતમાં ફેંકી ગયા હતા. અને પોલીસે તેને કબજામાં લઈને તેના પિતાને સોંપી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંજાર પોલીસનાં ઇન્સ્પેક્ટર એમ.એમ.જાડેજા, એલસીબીનાં પીઆઇ એસ.એસ.દેસાઈ તથા સબ ઇન્સ્પેક્ટર બી.જે. જોશી સહિતનાં પોલીસ ઓફિસર્સની ટીમનાં સમયબદ્ધ તાલમેલને કારણે આરોપીઓ ગભરાઈ ગયા હતા. એટલે પોલીસનાં પ્લાન મુજબ રૂપિયા લઈને નીકળેલા યુવતીના પિતાએ આરોપીઓએ કરીને રોકાઈ જવાનું કહ્યું હતું. અને આખી રાત કારમાં યુવતીને બાંધીને ફેરવ્યા પછી તેને ભુજમાં છોડી ભાગી ગયા હતા

(8:56 pm IST)
  • ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પોતાને મળતા પગારમાંથી 1.11 લાખ રૂપિયા રામ મંદિર નિર્માણ માટે આપ્યા : ભારત ભક્તિ અખાડા તરફથી 11 લાખ રૂપિયાનું દાન આપ્યું : વિશ્વ હિન્દૂ પરિષદને ચેક આપતી વખતે મંદિર નિર્માણમાં તેઓના સહયોગને બિરદાવ્યું access_time 6:27 pm IST

  • દેશમાં કોરોના થાક્યો; નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,57,679 થઇ :એક્ટિવ કેસ 2,06,879 થયા: વધુ 15,011 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,93,994 થયા :વધુ 162 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,292 થયા access_time 12:56 am IST

  • વેક્સિન અંગે કોઇ અફવા માનશો નહીં, સંપૂર્ણ સલામત છે: તબક્કાવાર સૌને મળશે: વિજયભાઈ રૂપાણી : ગુજરાતમાં વેક્સિનેશનને લઇને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું, વેક્સિનને લઇને કોઇ જ અફવામાં આવવું નહીં, તબક્કાવાર તમામને મળશે, વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે access_time 1:47 pm IST