Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જામનગરમાં ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો : આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, કેબિનેટ મંત્રી આર.સી ફળદુ, રાજ્યમંત્રી હકુભા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા

જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી આરસી ફળદુ રાજ્યમંત્રી અને સાંસદ પૂનમબેન માડમ સહિતના ભાજપના નેતાઓએ આગામી પાંચ વર્ષમાં વિકાસ કામો કરવાની નેમ સાથે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ભાજપે જાહેર કરેલ મેનિફેસ્ટો માં ટ્રાફિક સમસ્યા હળદરવા સાડા ત્રણ કિલોમીટર લાંબા ફલાયઓવર બનાવવાની વાત કરી છે.આ ઉપરાંત જામનગરનેે ફાટક બનાવવાની વાત પણ કરાઈ છે. સમર્પણ સર્કલથી બેડી બંદર સુધી ફોરલેન રોડ અને લાઇટિંગ ઉપરાંત નવા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની યોજનાને અમલી બનાવવાની વાત કરાય છે જ્યારે સીએમ જાહેર કરેલ સ્પોર્ટ્સ મ્યુઝિયમની પણ જાહેરાત મહાનગરપાલિકાના મેનિફેસ્ટો માં ભાજપે કરી છે. આ ઉપરાંત શહેરમાં રખડતા ઢોર,રેેંકડી અને ગુજરી બજાર સહિતના પ્રશ્નોનાા નિરાકરણની વાત પણ કરવામાં આવી છે. 

જામનગર શહેરમાં લાલપુર બાયપાસ પાસે આધુનિક કેસ આધારિત સ્મશાન બનાવવાનું પણ ભાજપે મેનિફેસ્ટો માં જાહેર કર્યું છે આ ઉપરાંત જામનગર ની ભાગોળે આવેલ કબીર લહેર તળાવને રમણીય બનાવવા ની પણ વાત કરવામાં આવી છે આ ઉપરાંત ભુજીયા કોઠા ના રિસ્ટોરેશન અનેેે બાલકનજી બારી પાસે સાયન્સ ટેકનોલોજી આધારિત પાર્ક અને તળાવની આસપાસ ખગોળ વિજ્ઞાન એટલે કે તારામંડળ જ્ઞાનવર્ધક સેન્ટર બનાવવાની પણ વાત કરવામાં આવી છે. ભાજપે બહાર પાડેલાા મેનિફેસ્ટોમા રાત્રી બજાર ના આયોજન માટે પણ ઉલ્લેખ કરાયો છે. (તસવીર:કિંજલ કારસરીયા,જામનગર)

(11:38 pm IST)