Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જામકંડોરણા જિલ્લા પંચાયતની દડવી સીટ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિદ્યાબેન સોલંકી નું ફોર્મ રદ થયું : મેન્ડેડ માં ઉમેદવારનું નામ જ ન હોવાને કારણે જિલ્લા પંચાયતના મહિલા ઉમેદવારનો ફોર્મ રદ થયું

ધોરાજી તાલુકા ની જિલ્લા પંચાયતની બે સીટ ઉપર ચાર ઉમેદવારો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ બાકીના ડમી ફોર્મ રદ થયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આજરોજ જિલ્લા પંચાયતના ઉમેદવારોને ફોર્મ ચકાસણીના સમયમાં કુલ 18 ફોર્મ ધોરાજી અને જામકંડોરણા ની કુલ 4 સીટ માં ભરાયા હતા તેમાંથી 10 ફોર્મ માન્ય રહ્યા હતા અને 8 ફોર્મ રદ થયા હતા જેમાં જામકંડોરણા તાલુકાના દડવી સીટ ઉપર આમ આદમી પાર્ટીના વિજયાબેન મહેશકુમાર સોલંકીએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું પરંતુ મેન્ડેટમાં ઉમેદવારનું નામ ન હોવાના કારણે ડેપ્યુટી કલેક્ટરે ફોર્મ રદ કર્યું હતું

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયતની કુલ 4 સીટ ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ હતી જેના ધોરાજી તાલુકાના મોટીમારડ સીટ ઉપર ત્રણ ફોર્મ ભરાયા હતા તેમજ સુપેડી સીટમાં ૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી માત્ર ભાજપ અને કોંગ્રેસના એક-એક ઉમેદવારો માન્ય રહ્યા હતા બાકીના ડમી ફોર્મ રદ કરવામાં આવ્યા હતા એ જ રીતે જામકંડોરણા તાલુકાની જિલ્લા પંચાયતની સીટ દડવી સીટ ઉપર કુલ પાંચ ફોર્મ ભરાયા હતા જેમાંથી ભાજપ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના ત્રણ ફોર્મ માન્ય રહ્યા હતા તેમજ આમ આદમી પાર્ટીના વિજયાબેન મહેશ કુમાર સોલંકી એ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ સાથે ઉમેદવારી નું ફૉર્મ માં ઉમેદવારનું નામ ન હોવાને કારણે ક અને ખ બંને ખાના કોરા હોવાથી તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું 

તેમજ જામકંડોરણા જિલ્લા પંચાયતની સીટ ઉપર કુલ ચાર ફોર્મ ભરાયા હતા જેમાં ત્રણ માન્ય રહ્યા હતા અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના ફોર્મ રદ્દ થયો હતો

 

આ બાબતે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી એ જણાવેલ કે જીલ્લા પંચાયત નિકુલ 4 સીટ માં ઉમેદવારીની કાર્યવાહી ધોરાજી ખાતે કરવામાં આવી હતી કુલ ૧૮ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા તેમાંથી 10 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા બાકી ડમી ઉમેદવારોના નામ રદ કરવામાં આવ્યા હતા તેમજ જામકંડોરણાના દળવી ગામની જિલ્લા પંચાયતની સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ મેન્ડેટ ના ફોર્મ રજુ કરવાના સમયમાં ઉમેદવારનું નામ ન હોવાને કારણે રદ કરવામાં આવ્યું હતું

ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે નાયબ મામલતદાર ખીમજીભાઈ મહેન્દ્ર ભાઈ ડોડીયા વિગેરે કાર્યવાહી સાથે મદદમાં રહ્યા હતા

તસવીર કિશોરભાઈ રાઠોડ

(11:41 pm IST)