Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઉના નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ ૮૭ ફોર્મ માન્‍યઃ ૩ ફોર્મ રદ્‌

જિ.પં.ની ૭ બેઠકો માટે ૨૦ ફોર્મ તેમજ તા.પં.માં ૬૨ ફોર્મ માન્‍ય

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧૬ :. નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકની સામાન્‍ય ચૂંટણીમાં ફોર્મ ચકાસણી વખતે ૯૦ ફોર્મની ચકાસણી વખતે ૩ ફોર્મ રદ થતા ૮૭ ફોર્મ માન્‍ય રહ્યા હતા. જીલ્લા પંચાયતની ૭ બેઠકમાં ૨૪ ફોર્મની ચકાસણીમાં ૪ ડમી ફોર્મ રદ થતા ૨૦ ફોર્મ માન્‍ય રહ્યા હતા.

તાલુકા પંચાયતમાં ૭૮ ફોર્મની ચકાસણી સમયે ડમી તથા આપનુ મેન્‍ડેટ રજુ ન કરતા ૧૬ ફોર્મ રદ થતા ૬૨ ફોર્મ મંજુર કરાયા છે.

ઉના નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકના કુલ ૯૦ ફોર્મ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં વોર્ડ નંબર ૧માં મેન્‍ડેટ રજુ ન કરતા એક ફોર્મ રદ કરાયુ હતું. વોર્ડ નં. ૬માં એક ફોર્મમાં બહુજન મુકતી પાર્ટી ચૂંટણી પંચ માન્‍ય પક્ષ ન ોય રદ કરાયુ હતું તથા વોર્ડ નંબર ૯મા એક ફોર્મ ટેકનીકલ કારણસર રદ થયુ હતુ. હવે ૮૭ ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં છે. ફોર્મ પાછા ખેંચાય પછી ચિત્ર સ્‍પષ્‍ટ થશે. ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે સીધો ચૂંટણી જંગ જામશે તેવુ લાગી રહ્યુ છે.

જીલ્લા પંચાયતની ૭ બેઠક માટે ૨૪ ફોર્મ ભરાયા હતા તેમાં ૪ ડમી ઉમેદવારી ફોર્મ રદ થતા ૨૦ ફોર્મમા ભાજપ ૯, કોંગ્રેસ ૧૦, આમ આદમી પાર્ટી ૧ ઉમેદવાર વચ્‍ચે ચૂંટણી જંગ જામશે. તાલુકા પંચાયત ઉનાની ૨૬ બેઠક માટે ૭૮ ફોર્મ રજુ થયા હતા. અમોદ્રા, કાજરડી-૩ તથા અન્‍ય બેઠક ૧૩ ફોર્મ ડમીના રદ થતા ભાજપ, કોંગ્રેસ, અપક્ષ, આમ આદમી પાર્ટીના ૬૨ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. કેટલા ફોર્મ કયા પક્ષના પાછા ખેંચાય પછી ચિત્ર સ્‍પષ્‍ટ થશે.

 

 

(10:52 am IST)