Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વિસાવદરનાં ગીર વિસ્તારમાં વર્ષોથી ધુણી ધખાવી બેઠેલા સદી વટાવી ચૂકેલા બ્રહ્મલીન સંત પૂ. લક્કડીયાબાપુનો સોળશી ભંડારો સંપન્ન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૬: થોડા દિવસો પહેલા બ્રહ્મલીન થયેલા પૂ. લકકડીયા બાપુનો સોળશી ભંડારો મર્યાદિત સંખ્યામાં સેવકગણ દ્વારા સંપન્ન થયેલો. ગઇકાલે રાત્રીના પૂ. બાપુના સ્વર્ગવાસ ની યાદ માં રાત્રીના સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.

પૂ.બાપુ ના ભંડારાના પ્રસંગે આજુબાજુના વિસાવદર,માણંદિયા ,રામપરા દુધાળા તથા દૂરથી પધારેલા સેવકગણોએ ભોજન પ્રસાદ મેળવી સંતવાણી ના લાભ સાથે ધન્યતા અનુભવેલ. સદી વટાવી ચૂકેલા પૂ. બાપુના નિધનથી સમગ્ર સેવકગણમાં શોક વ્યાપી ગયેલ છે.

ભંડારામાં ઉપસ્થિત સાધુ-સંતોને આયોજક દ્વારા સોળશી ભંડારા કીટ તથા પ્રસાદીની વ્યવસ્થા સાથે વિદાયમાન કરેલ. સંતવાણીમાં એકત્રિત થયેલ ફંડફાળો આશ્રમના નિર્વાહ માટે તેમજ સેવક ગણોને અનુદાન માટે આયોજક શ્રી ભરતભાઈ ચૌહાણ તથા પુનિતભાઈ મંડોરા એ અનુરોધ કરેલ હતો.

સમગ્ર સોળશી ભંડારાનો કાર્યક્રમ હિન્દુ શાસ્ત્રોકત વિધિ મુજબ પૂ.બાપુની સમાધિ સ્થાને પૂજા, અર્ચના, ધૂપ-દીપ સાથે વિધિ યુકત મંત્રોચાર સાથે ઉપસ્થિત સંતો, સાધુઓ, સેવક ગણો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.

ઉપરોકત કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે ભરતભાઈ ચૌહાણ, પુનિતભાઈ મંડોરા, માંડાવડ પૂર્વ સરપંચ દિનુભાઇ વિકમા, દુધાળા પૂર્વ સરપંચ રહીમભાઈ બ્લોચ, સી.વી.જોશી, વિપુલભાઈ લાલાણી, દુધાળા સરપંચ લાખાભાઈ ગઢવી તથા નામી-અનામી વિશાળ સ્વયં સેવકગણોએ સારી એવી જહેમત ઉઠાવેલ હતી.

(10:57 am IST)