Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

લોધીકા તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ‘આપ'ના ઉમેદવારો મેદાનમાં

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૬: લોધીકા તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. જેમાં પારડી ૧માં કૌશીકભાઈ મકવાણા, પારડી ૨માં જગદીશભાઈ ચાવડા, ઢોલરા સીમાબેન લલીતભાઈ ચાંડપા, માખાવડ ધારાબેન નિલેસભાઇ વેકરીયા, વાજડી વડ સુમીતાબેન દિનેશભાઈ પરમાર, પાળ વીરજીભાઈ ચાંડપા, હરીપર પાર ભુપતભાઈ પરમાર, ખીરસરા ગીતાબેન વાલજીભાઈ સાગઠીયાની જાહેરાત થઇ છે. નગરપીપળીયામાં હનુભા સુરૂભા રાઠોડ, લોધિકા ૧ કિરીટભાઈ ભીમાણી, લોધિકા ૨ નરેસભાઈ દેસાઈ, ચીભડા વર્ષાબેન સતીષભાઈ લક્કડ, ચાંદલી ગોમતીબેન મૂળજીભાઇ રાઠોડ, દેવગામ સગુણાબેન બીજલભાઈ વરૂ, પારડીજીલ્લાપંચાયત કિરણબેન રમેશભાઈ પરમારનો સમાવેશ થાય છે. તેમ આમ આદમી પાર્ટી જગદીશભાઈ લાઠીયાની યાદીમાં જણાવ્‍યુ છે.

(11:42 am IST)