Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ભાવનગર બાપા સીતારામ યુવા ગૃપ દ્વારા ‘દિકરી વંદના' કાર્યક્રમ સંપન્‍ન

ભાવનગર તા.૧૬ : આપણા દેશમાં આજે પણ દિકરીને માતાજી અને લક્ષ્મી સ્‍વરૂપે પૂજનીય ગણવામાં આવે છે ત્‍યારે ભાવનગરમાં સેન મહારાજ ચોકની સામે આર્ય કુળ સ્‍કૂલ ખાતે બાપા સીતારામ યુવા ગ્રુપ દ્વારા દીકરી વંદના કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો જેમાં ૧૧૧ દીકરીની વંદના કરવામાં આવી હતી, દેશ વિદેશમાં મધર ડે,ફાધર ડે, વેલેન્‍ટાઈન ડે, ફ્રેનડશીપ ડે, જેવા ડે ની તો ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આપણી સંસ્‍કૃતિ દ્યીમેદ્યીમે લુપ્ત થતી જાય છે ત્‍યારે બાપાસીતારામ યુવા ગ્રુપ દ્વારા આજે દીકરી વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો, જેમાં દરેક સમાજની દિકરીની તેમના માતા દ્વારા દીકરીના પગ પ્રથમ પંચામૃત અને શુઘ્‍દ્ય પાણીથી દ્યોઈને દીકરીને કુમકુમ તિલક કરી તેની વંદના કરી દીકરીના પગની કંકુની છાપ લય દીકરીનું પૂજન કરવામાં આવ્‍યું હતું.

 આજના આ કાર્યક્રમ દ્વારા અન્‍ય ડે ની ઉજવણી કરી પશ્ચિમી સંસ્‍કૃતિ તરફ જઈ રહેલા લોકોને સદીઓથી ચાલી આવતી ભારતીય પરંપરાગત સંસ્‍કૃતિ આવી દીકરી ડે તરીકે ઉજવણી કરવા દીકરી વંદના કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો સાધુ-સંતો તેમજ આર્મી જવાન અને અન્‍ય મહેમાનો સહિત લોકો ઉપસ્‍થિત રહ્યા હતા, ધર્મેન્‍દ્રભાઈ બુધેલીયા દ્વારા આયોજન ગોઠવવામાં આવ્‍યું હતું જેમાં બાપાસીતારામ ગ્રુપ દ્વારા દીકરી વંદના કરી સમાજને એક અનોખો રાહ ચિંધ્‍યો હતો, ભારતભરમાં પણ દીકરી-ડે ઉજવવામાં આવે તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

(11:44 am IST)