Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વાંકાનેર : અયોધ્‍યા શ્રી રામમંદિર માટે અનુદાન

વાંકાનેર : ભગવાન શ્રી રામ જન્‍મભૂમિ અયોધ્‍યા ખાતે નિર્માણાધીન રામ મંદિર માટે Baps સ્‍વામિનારાયણ સંસ્‍થા દ્વારા રૂ. બે કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયારનું અનુદાન કરવામાં આવતા અમદાવાદ ખાતે મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં નિધિ સમર્પણ સમારોહ યોજવામાં આવ્‍યો હતો. આ અન્‍વયે મોરબી ક્ષેત્રનાં સંતનિર્દેશક હરિસ્‍મરણ સ્‍વામીએ વિગતો આપતા જણાવ્‍યું હતું તા. ૧૩ ફેબ્રુ.નાં રોજ અમદાવાદ Baps મંદિર શાહીબાગ ખાતે રાજ્‍યના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શ્રી રામ જન્‍મભૂમિ મંદિરના કોષાધ્‍યક્ષ ગોવિંદ દેવ ગીરીજી મહારાજનાં સાનિધ્‍યમાં ભવ્‍ય અને સંપૂર્ણ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ સાથે નિધિ સમર્પણ સમારોહ યોજવામાં આવ્‍યો હતો, આ તકે ગોવિંદ દેવગીરી મહારાજે જણાવ્‍યું હતું કે જે સ્‍થાનથી પૂજ્‍ય પ્રમુખ સ્‍વામી સ્‍વામી મહારાજનાં હસ્‍તે મંદિર નિર્માણની શીલાનાં પૂજનનો આરંભ થયો હતો એ સ્‍થાન માં આજે પુનઃરામ મંદિર માટે એકત્રિત થયા છીએ, જ્‍યારે મુખ્‍યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્‍યું હતું કે વર્ષો પહેલાં પ્રમુખ સ્‍વામી મહારાજે રામ શીલાનું પૂજન કરેલું અને ત્‍યારે આશીર્વાદ આપેલા ત્‍યારથી સતત અને વર્તમાનમાં મહંત સ્‍વામી મહારાજ રામ મંદિરમાં યોગદાન આપી રહ્યા હોવાનું જણાવ્‍યું હતું, આ પ્રસંગે Baps સંસ્‍થાનાં સદ્દગુરુ ઈશ્વર ચરણ સ્‍વામી હસ્‍તે સંસ્‍થા વતી ચેક અર્પણ કરવામાં આવ્‍યો હતો અને આશીર્વાદ આપતાં જણાવ્‍યું હતું કે રામ મંદિરનું નિર્માણ થશે ત્‍યારે રાષ્‍ટ્ર અને સંસ્‍કળતિનું એક સ્‍વાભિમાન જાગશે જેનો પડઘો આવનારી અનેક પેઢીઓ પર પડશે.

(11:45 am IST)